વોશિંગ્ટનઃ ચીનની સાથે વધતા વિવાદાસ્પદ પર કોંગ્રેસ કમિટીના એક અમેરિકી સાંસદે ભારત, રશિયા અને અને ચીન પર ટીમ અમેરિકાની પસંદગી કરવા માટે આહવાન કર્યું છે. મેસેચ્યુસેટ્સના બે ટર્મ ડેમોક્રેટ, જેક ઓર્ચિનક્લોસે કહ્યું હતું કે ભારત રશિયા અને ચીન સાથે નથી જોડાતું તો તે આક્રમક ત્રીજું ફેક્ટર બની શકે છે.
તેઓ અમેરિકા અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની વચ્ચે વ્યૂહાત્મક હરીફાઇ પર અમેરિકી પ્રતિનિધિ સભાની સમિતિના સભ્ય છે, જેને રિપબ્લિકન અને ડેમોક્રેટિક –બંનેને ટેકો આપનાર સેનેટના સભ્ય છે. ઓર્ચિનક્લોસની ટિપ્પણી વધતી નિરાશાને દર્શાવે છે અને તેમના શબ્દો યુક્રેન અને રશિયાના યુદ્ધ પરની ભારતની સ્થિતિને દર્શાવે છે.
યુક્રેન પર રશિયાનું આક્રમણ ભારતના વલણની ટીકાનાં બે મુખ્ય કારણો પર ટકી છે. એક, સ્પષ્ટ શબ્દોમાં આક્રમણની નિંદા કરવાથી ભારતનો ઇનકાર અને બીજું રશિયાથી ઓઇલની ખરીદી જારી રાખવી. અને અમેરિકાના નેતૃત્વવાળા પશ્ચિમી બહિષ્કાર અને પ્રતિબંધોને અનુરૂપ થવાથી ઇનકાર કરી દીધો હતો. ભારત દ્વારા આ સ્પષ્ટ નિષ્ફળતાઓને રશિયા અને ચીનની વચ્ચે નિકટતા સંદર્ભમાં જોવામાં આવે છે. રશિયાને જુનિયર પાર્ટનર રૂપે જોવામાં આવે છે. એટલે રશિયાની અપાતી રાહતો ચીનની સાથે એની ભાગીદારી માટે રાહત રૂપે જોવામાં આવે છે. બંનેએ અમેરિકા દ્વારા વિરોધી ઘોષિત કરવામાં આવે છે. ઓર્ચિનક્લોસે કહ્યું હતું કે આ ઐતિહાસિક રૂપે જૂથ નિરપેક્ષ રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ US ઓપરેટિંગ સિસ્ટમમાં પ્લગ ઇન હો, ના કે CCP ઓપરેટિંગ સિસ્ટમમાં છે.