અમેરિકન કોંગ્રેસે સરહદ પર પ્રવાસી સંકટ સામે લડવા 4.6 અબજ ડોલરના ફંડને મંજૂરી આપી

વોશિગ્ટન- અમેરિકન સંસદના સ્પીકર નૈન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીની આગળ શરણાગતિ સ્વીકારી લીધી કારણ કે, કોંગ્રેસે દેશની દક્ષિણી સરહદ પર પ્રવાસી સંકટને ઓછું કરવા માટે ઈમરજન્સી મદદના રૂપમાં લીધેલ 4.6 અબજ અમેરિકન ડોલરના ફંડને મંજૂરી આપી દીધી છે.

યુએસ સેનેટ દ્વારા આ પ્રસ્તાવને પસાર કર્યાના એક દિવસ પછી, પ્રતિનિધિ સભામાં આને 102ની સામે 305 મત મળ્યા હતાં. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે.

નૈન્સી પેલોસીએ મતદાન પહેલા ડેમોક્રેટ્સને કહ્યું હતું કે, અંતત: આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે, બાળકોની મદદ માટેના જરૂરી સંસાધનો હાજર હોય.