અમેરિકાની યૂનાઈટેડ એરલાઈન્સ 100 ડ્રીમલાઈનર વિમાન ખરીદશે

ન્યૂયોર્કઃ અમેરિકાની યૂનાઈટેડ એરલાઈન્સે કહ્યું છે કે તે બોઈંગ કંપનીને નવા 100 787-ડ્રીમલાઈનર અને 100 737-મેક્સ વિમાનનો ઓર્ડર આપવાની છે. શિકાગોસ્થિત એરલાઈનનું કહેવું છે કે કોરોના મહામારી બાદના વિકાસ પર જોર આપવા માગે છે અને જૂના તથા ઓછા કાર્યક્ષમ વિમાનોને બદલી નાખવા માગે છે.

યૂનાઈટેડ એરલાઈન્સનો 200 વિમાનનો ઓર્ડર આશરે 43 અબજ ડોલરનો છે. ડ્રીમલાઈનર અને 737 મેક્સ વિમાનો મામલે અમેરિકાની વિમાન ઉત્પાદક બોઈંગ કંપનીને આ વર્ષે ઘણી રાજકીય માથાકૂટનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે યૂનાઈટેડ એરલાઈન્સનો આ ઓર્ડર મળતાં એના વ્યાપાર વિકાસને મોટું બળ પ્રાપ્ત થશે.