અબુધાબી- અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો શાર્પ શૂટર અને છોટા શકીલનો નજીકના સાથીદાર રાશીદ માલબારીની અબુધાબીથી ધરપકડ કરવામાં આવી છે. રાશીદ માલબારી વર્ષ 2014માં નેપાળના રસ્તે થઈને ભારતમાંથી ભાગી ગયો હતો. રાશીદ માલબારીને છોટા શકીલનો સૌથી નજીકનો અને ખાસ માણસ માનવામાં આવે છે.માહિતી અનુસાર નેપાળના અંડરવર્લ્ડનું કામકાજ રાશીદ માલબારી સંભાળતો હતો. છોટા રાજન ઉપર વર્ષ 2000માં બેંગકોકમાં કરવામાં આવેલા હુમલામાં પણ રાશીદ માલબારી સામેલ હતો. આ હુમલામાં છોટા રાજનને ગોળી વાગી હતી. અને તેનો નજીકનો સાથી રોહિત વર્મા આ હુમલામાં માર્યો ગયો હતો. હુમલા બાદ રાશીદ માલબારી ફરાર થઈ ગયો હતો.
રશીદને ભારતમાં ડી કંપનીનો મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે. તેણે છોટા રાજન પર હુમલો કરવા ઉપરાંત કુઆલાલમ્પુરમાં છોટા રાજનના સાગરીતની હત્યા શકીલના કહેવા પર કરી હતી. ભારતીય સુરક્ષા એજન્સીઓ ધરપકડ બાદ રાશીદને ભારત લાવવા પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે, રાશીદની ધરપકડની પુષ્ટિ ખુદ છોટા શકીલે કરી છે.