નવી દિલ્હીઃ અમેરિકામાં ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિપદ માટે મતદાન થવાનું છે. આવામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન અને રાષ્ટ્રપતિ અને રિપલ્બિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન એવાં રાજ્યો પર લાગેલું છે, જે તેમની જીતની રાહ સરળ કરી શકે છે. આવામાં બંનેમાંથી અમેરિકાની સત્તા પર કોણ સત્તારૂઢ થશે? એ એક સવાલ છે, જેનો જવાબ મોટા ભાગે જો બાઇડનના પક્ષમાં મળી રહ્યો છે. વિદેશી બાબતોના જાણકાર કમર આગા પણ માને છે કે જો બાઇડન હાલ ટ્રમ્પથી ઘણા આગળ છે. તેમનું માનવું છે કે અમેરિકા આ ચૂંટણીમાં જાતિવાદનો મુદ્દો ડેમોક્રેટ જોરશોરથી ઉઠાવી રહ્યા છે. કેટલાક દિવસો પહેલાં જ એક અશ્વેત નાગરિકની હત્યા સહિત અન્ય આવા મામલા ટ્રમ્પ પર ભારે પડી શકે છે.
જાતિવાદને માનતા લોકોની એક મોટી સંખ્યાનો ટ્રમ્પને ટેકો
ટ્રમ્પ માટે અમેરિકામાં આવેલી આર્થિક મંદી, લોકોની મોટી સંખ્યામાં બેરોજગારી, જાતિવાદ જેવા મુદ્દાનો રાષ્ટ્રપતિ પાસે કોઈ જવાબ નથી. આર્થિક સમસ્યાની વાત કરીએ તો એ વર્ષ 2008થી અમેરિકમાં દેખાઈ રહી છે. વળી હાલના સમયમાં અમેરિકાની કેટલીય મોટી કંપનીઓ અન્ય દેશોમાં જતી રહી છે. અમેરિકામાં જયારે આર્થિક મંદી આવે છે ત્યારે ત્યાં જાતિવાદની ઘટનાઓમાં વધારો થાય છે. જાતિવાદને માનતા લોકોની એક મોટી સંખ્યામાં ટ્રમ્પને ટેકો આપે છે.
બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ
ફ્લોરિડા, પેનસિલવેનિયા, ઓહાયો, મિશિગન. એરિઝોના અને વિસ્કોઝિન રાજ્યોમાં ટ્રમ્પે જીત નોંધાવી હતી. જોકે 2008 અને 2012માં આ રાજ્યોમાં ડેમોક્રેટ ઉમેદવાર જીત્યા હતા. અમેરિકાની ઇલેક્શન એનાલિટિક્સ વેબસાઇટ મુજબ આશરે 35 રાજ્યો એવાં છે જ્યાં બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળે એમ છે. આ રાજ્યો સિવાય જ્યોર્જિયા, ઇઓવા, મિનિસોટા, નવાદા, ન્યુ હેમ્પશાયર, નોર્થ કેરોલિના અને ટેક્સાસ સામેલ છે.
અમેરિકા ફર્સ્ટ અને અમેરિકન ફર્સ્ટ
આગાની નજરમાં ટ્રમ્પનો મિલિટરી ઇન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સથી જોડાયેલા લોકોનું સમર્થન હાંસલ છે. એને કારણે ટ્રમ્પની એ વિચારધારા છે, જે પૂરી દુનિયામાં અમેરિકી હથિયારોને વેચવામાં જોતરાયેલી છે. ટ્રમ્પે જ્યારથી સત્તા હાંસલ કરી છે-ત્યારથી તેઓ અમેરિકા ફર્સ્ટ અને અમેરિકન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું. જોકે તેમનું કહેવું છે કે બાઇડનને અહીં મોટા પાયે વોટ મળી શકે એમ છે. જોકે ટ્રમ્પને કેટલાંક રાજ્યોમાં એકતરફી મતો મળે તો તેઓ બાઇડન પર ભારે પડી શકે એમ છે. આ પહેલાંની ચૂંટણીમાં ટ્રમ્પના મુકાબલે મોદાનમાં ઊતરેલી હિલેરી ક્લિન્ટનને ટ્રમ્પથી વધુ પોપ્યુલર વોટ હાંસલ થયા હતા, પણ છતાં તેઓ ટ્રમ્પથી હારી ગયા હતા.