તાલિબાનનો ટોચનો નેતા હૈબતુલ્લા અખુંદજાદા સૌપ્રથમ વાર જાહેરમાં

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના સર્વોચ્ચ નેતા હેબતુલ્લા અખુંદજાદા સૌપ્રથમ વાર જાહેરમાં બધાની સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અખુંદજાદા પહેલી વાર તેના સમર્થકોને સંબોધિત કર્યા હતા.  અખુંદજાદા તાલિબાનનો સર્વોચ્ચ નેતા સિવાય સુપ્રીમ કમાન્ડર પણ છે.

અખુંદજાદાની હાજરી બે દાયકામાં અમેરિકા પણ નથી લગાવી શક્યું. અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા પછી કેટલાક દિવસો બાદ તાલિબાને કહ્યું હતું કે  અખુંદજાદા કંધારમાં છે અને તે ટૂંક સમયમાં બધાની સામે આવશે. જોકે તાલિબાનની સરકાર બન્યા પછી એવું માનવામાં આવતું હતું કે અખુંદજાદા જલદી સામે આવશે, પણ એવું થયું નથી.

કંધાર પ્રારંભથી જ તાલિબાનનો ગઢ કહ્યું છે. તાલિબાનની વ્યૂહરચના અહીંથી જ નક્કી કરવામાં આવતી હતી. હેબતુલ્લા અખુંદજાદા 2016થી ઇસ્લામી આંદોલનનો આધ્યાત્મિક પ્રમુખ છે. તે જાહેરમાં બહુ ઓછો આવે છે. જોકે તાલિબાનના બધા ટોચના નેતાઓ આ પ્રકારે છુપાઈને રહી રહ્યા છે. તાલિબાનની સરકારની રચના તેમની ઇચ્છા હેઠળ થઈ હતી. થોડા દિવસો પહેલાં તેના મોતના અહેવાલ હતા.

અખુંદજાદા જાહેરમાં આવતાં તાલિબાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણે દારુલ ઉલૂમ હકિમા મદરેસામાં લડાકુ અને સમર્થકો સાથે વાત કરી હતી. તાલિબાનને તેના સંબોધનની એક નાની ઓડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. અખુંમદજાદાને અમીરુલ મોમિનીનના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, જે એક ધાર્મિક સંદેશ પણ આપે છે.

તેણે અમેરિકા સાથે જંગમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લડાકુ માટે પ્રાર્થના કરી હતી.