ટાઈમ્સ-સ્ક્વેર પર ફરી યોજાશે નવા-વર્ષની પૂર્વસંધ્યાએ જલસો

ન્યૂયોર્કઃ આ વર્ષે નવા વર્ષની પૂર્વસંધ્યાએ ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ચોક ‘ટાઈમ્સ સ્ક્વેર’ ખાતે જલસો યોજાશે. શહેરના મેયર બિલ ડી બ્લાસીઓએ જાહેરાત કરી છે કે જે લોકો પાસે કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ હશે તેમને જ ટાઈમ્સ સ્ક્વેર ખાતે નવા વર્ષના આરંભની ઉજવણીમાં સામેલ થવા દેવામાં આવશે.

ટાઈમ્સ સ્ક્વેર અલાયન્સના પ્રમુખ ટોમ હેરિસે કહ્યું છે કે પાંચ વર્ષની વયથી લઈને પુખ્ત વયનાં, એમ તમામ લોકો પાસે ઉજવણીમાં સામેલ થવા માટે કોરોના-રસીના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ માગવામાં આવશે. વિકલાંગતાને કારણે રસી લઈ ન શક્યા હોય એવા લોકોએ નેગેટિવ કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે.