અમેરિકામાં ટ્રમ્પના સમર્થનમાં હજારો લોકોનું વિરોધ-પ્રદર્શન

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનાં પરિણામોના વિરોધમાં હજારોની સંખ્યામાં લોકો વોશિંગ્ટન ડીસીમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ બધા લોકોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકામાં પ્રદર્શન કર્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી ટ્રમ્પ સમર્થક હાર માનવા તૈયાર નથી. આને લઈને ચૂંટણી પરિણામોના વિરોધ-પ્રદર્શન માટે હજારો લોકોએ અમેરિકાની રાજધાનીમાં કૂચ કરી હતી.

અમેરિકામાં વિરોધ-પ્રદર્શનમાં સામેલ વિનચેસ્ટર, વર્જિનિયાના એન્થની વ્હિટકરે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે હું માત્ર ટ્રમ્પનો સાથ આપવા ઇચ્છું છું અને અમે તેમનું સમર્થન કરવા ઇચ્છીએ છીએ. ડેમોક્રેટસ જો બાઇડનને ચૂંટણીવિજેતા જાહેર કર્યાના એક સપ્તાહ પછી ટ્રમ્પના સમર્થનમાં અન્ય શહેરોમાં પણ પ્રદર્શનો થઈ રહ્યાં છે. અમેરિકામાં વ્હાઇટ હાઉસની પાસે ફ્રીડમ પ્લાઝામાં શનિવારની સવારથી સમર્થકોની ભીડ એકત્રિત થઈ હતી, જેમાં એ ભીડ બપોર સુધી રહી. અહીં એક ગ્રુપે કાર્યક્રમ પણ આયોજિત કર્યો હતો. આ ગ્રુપની આગેવાની ભૂતપૂર્વ કાર્યકર્તા એમી ક્રેમરે કરી હતી. આ ગ્રુપે (ક્રેમરે) શુક્રવારે પ્લાઝામાં 10,000 લોકોની ભીડની મંજૂરી લીધી હતી.

આ કાર્યક્રમ પર નજર રાખી રહેલા નેશનલ પાર્ક સર્વિસના અધિકારીઓએ મિડિયાને જણાવ્યું હતું. તેઓ ભીડની સંખ્યા પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી ચિંતાનું કોઈ કારણ નથી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]