વોશિંગ્ટનઃ અમેરિકી સંસદે રાષ્ટ્રપતિ જો બાઇડનની વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમેરિકી સંસદમાં જો બાઇડનની વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવની તરફેણમાં 221 મત પડ્યા છે, જ્યારે એની વિરુદ્ધ 212 મત મળ્યા હતા. આ પ્રસ્તાવમાં રાષ્ટ્રપતિ જો બાઇડન પર તેમના પુત્ર હંટર બાઇડનના વિવાદાસ્પદ ઇન્ટરનેશનલ લેવડદેવડને આધારે ઔપચારિક ઇમ્પિચમેન્ટની તપાસ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીએ આ પ્રસ્તાવને નિરર્થક ગણાવ્યો હતો.
રિપબ્લિકન પાર્ટીએ અત્યાર સુધી રાષ્ટ્રપતિ જો બાઇડનની વિરુદ્ધ કોઈ યોગ્ય પુરાવા રજૂ નથી કર્યા. ઇમ્પિચમેન્ટથી કોઈ લાભ નહીં થાય, કેમ કે અમેરિકી સંસદના અપર હાઉસ સિનેટમાં જતા પ્રસ્તાવ ફગાવી દેવામાં આવશે. ત્યાં ડેમોક્રેટિક પાર્ટીની સંખ્ચા વધુ છે. એમ છતાં ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ બાઇડન માટે વર્ષ 2024ની ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવને લઈને બાઇડેને રિપબ્લિકન પાર્ટીને આડે હાથ લીધી હતી. તેમણે આ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવને એક રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો અને એને આધારહીન જણાવ્યો હતો. અમેરિકી જનતાને એવો નેતા જોઈએ છે, જે દેશ-દુનિયામાં મહત્ત્વની વાતો પર નક્કર પગલાં ભરે, એમ તેમણે કહ્યું હતું.
BREAKING: House votes 221-212 to open Biden impeachment inquiry.
Every House Republican voted in favor of the Impeachment! #ImpeachBiden #ImpeachmentInquiry
pic.twitter.com/Gnr9pxVmCX— Donald J. Trump (Parody) (@realDonParody) December 13, 2023
બાઇડને રિપબ્લિકન પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે રિપબ્લિકન પાર્ટી યુક્રેન અને ઇઝરાયેલને મોકલનારા ફંડને અટકાવી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકા આવ્યા અને મંગળવારે તેમને મળ્યા હતા. તેઓ રશિયાના લોકોથી લડવા માટે જનતાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ મદદ માગવા માટે અમેરિકા આવ્યા હતા. તેમણે આર્થિક મદદ માગી તો મેં સેનેટથી ફંડની માગ કરી હતી, પણ સંસદમાં રિપબ્લિકન તેમની કોઈ મદદ નથી કરી રહ્યા, એમ તેમણે કહ્યું હતું. દેશની ઇકોનોમીને સ્થિર રાખવા માટે સતત મહેનત કરવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.