ન્યુ યોર્કઃ હિંસા, અસુરક્ષા અને જળવાયુ પરિવર્તનની અસરોને લીધે જેમ-જેમ વધુ ને વધુ લોકો ભાગે છે, એને કારણે વૈશ્વિક સ્તરે ફરજિયાત વિસ્થાપિતો થવાવાળાની સંખ્યા 8.4 કરોડથી વધુ છે, એમ સંયુક્ત રાષ્ટ્રની રેફ્યુજી એજન્સીએ જણાવ્યું હતું.UNHCRના મિડ-યર ટ્રેન્ડસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર પછી 8.24 કરોડ લોકો વિસ્થાપન કરી ગયા છે- ખાસ કરીને આંતરિક વિસ્થાપનને લીધે વધુ લોકો કેટલાક સંઘર્ષોને કારણે ખાસ કરીને આફ્રિકામાંથી પલાયન થઈ રહ્યા છે. વળી વૈશ્વિક કોરોના રોગચાળાને કારણે લાગેલાં નિયંત્રણોને લીધે કેટલાય સ્થળોએ શરણાર્થીઓને સીમિત રાખવાની ફરજ પડી હતી.
આંતરરાષ્ટ્રીય સમુદાય હિંસા, ઉત્પીડન અને માનવાધિકારના ઉલ્લંઘન રોકી નથી શક્યું, જેથી લોકોને ઘર છોડવા મજબૂર બન્યા હતા, એમ સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીના હાઇ કમિશનર ફિલિપો ગ્રાંડીએ કહ્યું હતું. આ વર્ષના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં વિશ્વમાં થયેલી હિંસા અને સંઘર્ષને કારણે આશરે પાંચ કરોડ અને 10 લાખ લોકો દેશોમાંથી પલાયન થવા મજબૂર બન્યા હતા, જેમાં મોટા ભાગના નવા વિસ્થાપન આફ્રિકામાં થયા હતા.
ડેમોક્રટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) 1.30 કરોડ લોકો, ઇથિયોપિયામાં 1.2 કરોડ લોકોનું વિસ્થાપન થયું હતું,એમ અહેવાલ કહે છે. મ્યાનમાર અને અફઘાનિસ્તાનના સંઘર્ષમાં ઘર છોડવાવાળાની સંખ્યામાં વધારો થયો હતો. વર્ષના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં વિસ્થાપિતોની સંખ્યા આશરે 2.1 કરોડે પહોંચી હતી.
આંતરિક સંઘર્ષ, કોરોના રોગચાળો, ગરીબી ખાદ્ય અસુરક્ષા અને જળવાયુ પરિવર્તને મનુષ્યોની સ્થિતિ કફોડી કરી મૂકી છે. જળવાયુ પરિવર્તને પણ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં અસુરક્ષાને વધારી મૂકી છે, જેથી વિસ્થાપિત થઈ રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.