અમેરિકામાં ગોળીબારના વધતા જતા બનાવોથી ચિંતા

વોશિંગ્ટનઃ અમેરિકાભરમાં લોકો ગોળીબારની ઘટનાઓના ભય હેઠળ જીવી રહ્યાં છે. આખા દેશમાં ગોળીબારની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપનીના અહેવાલ મુજબ, ફિલાડેલ્ફિયા રાજ્યમાં આ વર્ષના ઓક્ટોબરમાં 1,500 જેટલા લોકોને ગોળી મારવામાં આવી હતી. એમાંના આશરે 400 જણના મરણ થયા છે. આખા અમેરિકામાં બધાં શહેરોમાં આ વર્ષમાં ગોળીબારની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં ગન વાયલન્સને કારણે 17,723 જણના જાન ગયા છે. 2020ની સાલમાં ગોળીબારની ઘટનાઓમાં 19,400ના જાન ગયા હતા જ્યારે 2019માં 15,400 જણના મરણ થયા હતા.