વ્હીલચેર પર બેઠેલો શખસ પાટા પર ભૂલથી પડ્યો, વિડિયો વાઇરલ  

નવી દિલ્હીઃ રેલવે અકસ્માત વિશે આપણને વારંવર સાંભળવા અને જોવા મળે છે. કોઈ ભૂલથી રેલવે દુર્ઘટનાનો શિકાર બને છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. ન્યુ યોર્કના યુનિયન સ્ક્વેરમાં વ્હીલચેર પર એક શખસ ભૂલથી મેટ્રોના પાટા પર પડી ગયો હતો. જોકે તેના નસીબ સારા હતા, જેથી પ્લેટફોર્મ પર ઊભેલો એક શખસે એ જોઈને પાટા પર તેને બચાવવા કૂદી ગયો. સ્ટેશન પર યાત્રીઓ પણ એ વ્યક્તિને પ્લેટફોર્મ પર ખેંચવામાં મદદ કરી હતી.

આ ઘટનાનો વિડિયો વાઇરલ થઈ ગયો છે અને એ શખસને હીરો બતાવવામાં આવ્યો છે. યુનિયન સ્કવેરમાં ચોથી ઓગસ્ટે બપોરે વ્હીલચેર પર બેઠેલી વ્યક્તિ મેટ્રોના પાટા પર પડી ગઈ હતી. જેથી એક અન્ય વ્યક્તિ નીચે કૂદી ગઈ હતી અને ટ્રેનના સ્ટેશન પર આવવાની આશરે 10 સેકન્ડ પહેલાં એ વ્યક્તિને બચાવી લીધી હતી. મદદ કરવા માટે નીચે કૂદનાર કોઈ પણ વ્યક્તિ હોય, તેના માટે ખૂબ પ્રશંસા. #SubwayCreatures.

પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના બપોરે આશરે 1.30 કલાકની છે. ટ્રેક પર પડેલી વ્યક્તિને મેડિકલ તપાસ માટે બેલેવ્યુ હોસ્પિટલ લઈ જવામાં આવી છે. તે ભાનમાં છે અને સતર્ક છે અને તેની હાલત સ્થિર છે. જોકે એ સ્પષ્ટ નહીં થઈ શક્યું કે વ્હીલચેર બેઠેલી વ્યક્તિ પાટા પર કેવી રીતે પડી ગઈ.

લોકોએ તેના સાહસની પ્રશંસા કરી હતી. કેટલાકે કહ્યું હતું કે તેને તેની હિંમત માટે એક મેડલ આપવામાં આવવો જોઈએ. એક યુઝરે લખ્યું હતું કે બોલ્સ ઓફ સ્ટીલ. સાચી વીરતા.