પેરિસઃ ફ્રાન્સમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી અહીં 2000થી વધુ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. જેથી સાવચેતીરૂપે સરકારે એફિલ ટાવરને પર્યટકો માટે બંધ કરી દીધો છે. બીજી બાજુ રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ વૈશ્વિક નેતાઓને અપીલ કરી છે કે કોરોના વાઇરસની સામે એકજૂટ થઈને લડે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી છે કે મેક્રો હવે વર્લ્ડ લીડર્સ સાથે હાથ મિલાવીને નહીં પણ ભારતીય સ્ટાઇલ હાથ જોડીને અભિવાદન કરશે.
