નવી દિલ્હીઃ કોરોના વાઇરસના નામથી વિશ્વઆખું પરિચિત છે. જાન્યુઆરીથી ચીનમાં ફેલાયેલો આ વાઇરસ પાછલા ત્રણ મહિનામાં દુનિયા આખીમાં પ્રસરી ચૂક્યો છે.અત્યાર સુધી આ વાઇરસથી 20 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વાઇરસથી એક લાખ 26 હજારથી વધ લોકોનો જીવ લઈ ચૂક્યો છે, પણ હવે વિશ્વના કેટલાક એવા દેશો પણ છે, જ્યાં કોરોનો પહોંચી નથી શક્યો અથવા આ દેશોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. આવા 15 દેશોનાં નામ અમે તમને જણાવી રહ્યા છીએ.
વિશ્વના સાત મહા દ્વીપોમાંથી કોરોના વાઇરસ છ મહાદ્વીપોમાં પહોંચી ગયો છે. એકમાત્ર એન્ટાર્ટિકા જ એકમાત્ર એવો મહાદ્વીપ છે, જ્યાં કોરોના વાઇરસ નથી પહોંચી શક્યો
આ 15 દેશોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
1 કોમોરોસ | 6 નોરુ | 11 તાજિકિસ્તાન |
2 કિરબાતી | 7 નોર્થ કોરિયા | 12 ટોંગા |
3 લેસોથો | 8 પલાઉ | 13 તુર્કમેનિસ્તાન |
4 માર્શલ | 9 સમોઆ | 14 તુવાલુ |
5માઇક્રોનેશિયા | 10 સોલોમન આઇલેન્ડ્સ | 15 વાનુઅતુ |
શું છે કારણ?
સૌથી પહેલું કારણ સીધું છે કે અહીંની જનસંખ્યા ઓછી છે. આ 15 દેશો મોટે ભાગે નાના-નાના દાવીપ સમૂહ છે. આ દ્વીપ એટલા જાણીતા પણ નથી કે અહીં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય. આવામાં અહીં વગર નિયમે સોશિયલ ડિસ્ટન્સિંગ થતું રહ્યું છે.
નોર્થ કોરિયા સુધી કેમ નથી પહોંચ્યો આ વાઇરસ
મિસાઇલ ટેસ્ટમાં હંમેશાં ચર્ચામાં રહેતો નોર્થ કોરિયા આ વાઇરસના સંકટથી બચેલો છે. ચીનની સરહદને લગોલગ હોવા છતાં આ આશ્ચર્યજનક બાબત છે. ખુદને કોરોનામુક્ત જાહેર કરતાં કોરિયાએ કહ્યું હતું કે એણે કોરોના સંભવિત સ્થાનો- બધા રસ્તા, સમુદ્ર અને હવાઇ રસ્તાઓ બંધ કરી દીધા છે. કોરિયાની સરકારનું માનીએ તો તેમને ત્યાં કોઈ કેસ ના હોવા છતાં ક્વોરોન્ટાઇન બેડ વગેરેની સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર કરી દીધી છે.