રિયાધઃ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. એ ટેન્શન એટલું વધી ગયું છે કે સાઉદી આરબે પોતાના દેશમાં UAEના લોકોના પ્રવેશને બંધ કરી દીધો છે. તો સામે પક્ષે UAEએ સાઉદી અરેબિયાથી આવતી ફ્લાઇટો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. બંને દેશો વચ્ચે ટેન્શનનું કારણ ઓઇલ છે અને ઓપેક પ્લસ દેશોની બેઠક પણ રદ કરી દેવામાં આવી છે. ઓપેક પ્લસની બેઠક સોમવારે રાખવામાં આવી હતી, પણ બંને દેશોની વચ્ચે વધેલા વિવાદને કારણે આ બેઠક રદ કરી દેવામાં આવી છે.
ઓપેક પ્લસના પ્રધાનોએ ગયા સપ્તાહમાં થયેલા ટકરાવ પછી સોમવારે ઓઇલ ઉત્પાદનને લઈને બેઠક રદ કરી દીધી છે. ઓપેક પ્લસની બેઠક રદ કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો, જ્યારે સંયુક્ત આરબ અમિરાતે ક્રૂડ ઓઇલનું ઉત્પાદનને ઝડપી કરવાના લગાવવામાં આવ્યા અને ઓપેક પ્લસના પ્રતિબંધને આઠ મહિના સુધી વધારવાનો નિર્ણયને માનવાનો ઇનકાર કરી દીધો હતો. જેનો અર્થ એ થયો કે ઓઇલ ઉત્પાદન વધારવાનો કોઈ નિર્ણય નહીં લેવામાં આવ્યો. વળી ઓપેકની આગામી બેઠક હવે પછી ક્યારે યોજાશે- એ વિશે કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો. સોમવારે ઓપેકની બેઠક થવાની હતી, જેના પર વિશ્વભરની નજર હતી, કેમ કે ક્રૂડના ઓછા ઉત્પાદનથી વિશ્વભરમાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે.
સાઉદી અરેબિયા અને UAE વચ્ચે પેદા થયેલો તણાવ બહુ આશ્ચર્યજનક છે, કેમ કે બંને દેશો એકમેકની સામે આવી ગયા છે.
