ટેક-કંપનીઓ માત્ર રસીકરણવાળા કર્મચારીઓને જ ઓફિસપ્રવેશ આપશે

ન્યુ યોર્કઃ અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં હવે સતત વધારો થઈ રહ્યો છે. જેથી મોટી ટેક કંપનીએ અમેરિકામાં કંપનીની ઓફિસના કેમ્પસમાં કર્મચારીઓને પ્રવેશતાં પહેલાં રસીકરણ કરાવી લેવાનું ફરજિયાત કર્યું છે. આલ્ફાબેટ ઇન્ક., ગૂગલ અને ફેસબુક ઇન્કે જણાવ્યું હતું કે બધા અમેરિકન કર્મચારીઓઓ ઓફિસમાં આવતાં પહેલાં કોરોનાની રસી લીધેલી હોવી જરૂરી છે. વળી, ગૂગલ આવનારા મહિનાઓમાં રસીકરણ ઝુંબેશનું અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે.

સ્ટ્રિમિંગ દિગ્ગજ નેટફ્લિક્સ ઇન્કે પણ યુએસ પ્રોડક્શનના કર્મચારીઓ અને કલાકરો પર રસીકરણ ફરજિયાત કરનારી નીતિ લાગુ કરી છે, જ્યારે એપલ ઇન્કે અમેરિકાના રિટેલ સ્ટોર્સમાં કર્મચારીઓ અને ગ્રાહકો માટે રસી લીધી હોવા છતાં માસ્ક ફરજિયાતની નીતિની યોજના બનાવી છે. એપલ અને નેટફ્લિક્સે ફરજિયાત રસી માટે કોઈ પણ ટિપ્પણી નહોતી કરી. માઇક્રોસોફ્ટ કોર્પ. અને ઉબેર સહિત અન્ય કેટલીક ટેક કંપનીએ કર્મચારીઓ ફરીથી ઓફિસમાં પરત ફરવાની અપેક્ષા કરી રહ્યા છે. મહિનાઓ પછી રોગચાળાને લીધે લોકડાઉનને લીધે તેમને વર્ક ફ્રોમ હોમ કરવાની ફરજ પડી હતી. એપ્રિલમાં સેલ્સફોર્સે કહ્યું હતું કે તેઓ રસી લીધેલા કર્મચારીઓને ઓફિસમાં આવવાની મંજૂરી આપશે. જોકે ગૂગલે કહ્યું હતું કે વિવિધ રિજિયનમાં ડેલ્ટા વેરિયેન્ટના કેસોમાં વધારો થશે તો કંપની વર્ક ફ્રોમ હોમની નીતિ 18 ઓક્ટોબર સુધી વધારી દેશે.

કંપની ડેટાનું નિરીક્ષણ કરી રહી છે અને કંપની સંક્રમણ પહેલાં કમસે કમ 30 દિવસ પહેલાં કર્મચારીઓને ઓફિસમાં આવવાની જાણ કરશે, એમ કંપનીએ કહ્યું હતું.