ગ્વાંગ્ઝૂઃ સંશોધકોને માલૂમ પડ્યું છે કે મોબાઈલ ફોન પર 30 મિનિટ સુધી કે એનાથી વધારે સમય સુધી વાતો કરવાથી હાઈ બ્લડ પ્રેશર કે હાઈપરટેન્શનના જોખમમાં 12 ટકાનો વધારો થાય છે.
દુનિયામાં 10 વર્ષ અને તેનાથી વધુની વયનાં લગભગ એક-તૃતિયાંશ ભાગનાં લોકો પોતાનો અંગત મોબાઈલ ફોન ધરાવે છે. મોબાઈલ ફોન રેડિયોફ્રીક્વેન્સી ઊર્જાનું નિમ્ન સ્તરે ઉત્સર્જન કરે છે. ટૂંકા સમયગાળા સુધી પણ આની નિકટ રહેવાથી બ્લડ પ્રેશર વધી જાય છે એવું સંશોધનમાં માલૂમ પડ્યું છે. હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક માટે હાઈપરટેન્શન મોટું જોખમી પરિબળ ગણાય છે. ચીનના ગ્વાંગ્ઝૂ ખાતેની સધર્ન મેડિકલ યુનિવર્સિટીના સંશોધક શિયાનહોઈ કિને આ અભ્યાસ હાથ ધર્યો હતો.