કાબુલઃ તે પંજશીરમાં શાંતિથી સમયસ્યાનો ઉકેલ લાવવા ઇચ્છે અને અફઘાનિસ્તાનના નાગરિકોને હવે કાબુલ એરપોર્ટ પર જવાની મંજૂરી નથી, એમ તાલિબાને ફરમાન કર્યું છે. કાબુલ એરપોર્ટ પર ભીડ એકત્ર થતી રોકવા અને સુરક્ષા માટે કહ્યું છે કે હવે માત્ર વિદેશીઓને એરપોર્ટ પર જવાની મંજૂરી છે, એમ તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે ઘોષણા કરી હતી. તાલિબાને ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે કોઈ અફઘાનીને દેશ નહીં છોડવા દઈએ.
કાબુલ એરપોર્ટ પર સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે તાલિબાને ફરમાન કર્યું હતું કે કોઈ અફઘાની કાબુલ એરપોર્ટ પર નથી જઈ શકતો અને તાલિબાને સરકારી મહિલા કર્મચારીઓને ઘરે જ રહેવા નિર્દેશ આપ્યા છે. અફઘાનિસ્તાનમાં હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે, પણ કાબુલ એરપોર્ટ પર અવ્યવસ્થા એક સમસ્યા બની રહી છે. તાલિબાન નેતાઓએ કહ્યું હતું કે મહિલાઓના અધિકારો અને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે.
તાલિબાને અફઘાનિસ્તાન સરકારની મહિલા કર્મચારીઓને ત્યાં સુધી ઘરોમાં રહેવા માટે નિર્દેશ આપ્યા છે, જ્યાં સુધી સુરક્ષા અને સલામતી માટે ખાતરી ન થાય.મુજાહિદે અમેરિકી સૈનિકોને 31 ઓગસ્ટ, 2021 સુધીમાં દેશમાં સંપૂર્ણપણે ચાલી જવા કહ્યું છે અને ઉમેર્યું હતું કે પંજશીર સમસ્યાના સમાધાન માટે વાતચીત ચાલી રહી છે.
ઇસ્લામિક અમિરાતે ઘોષણા કરી હતી કે અફઘાનિસ્તાનમાં યુદ્ધ પૂરું થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે એક પણ ગોળી ચલાવવી પડે. જેમના કેટલાંક રિઝર્વેશન છે, અમે તેનાથી વાત કરી રહ્યા છીએ. CIA તાલિબાનની વચ્ચે ગુપ્ત બેઠક વિશ્ કોઈ માહિતી નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી સ્થિતિ બગડી રહી છે. દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે અને ઉપરાષ્ટ્રપતિએ સ્વયંને કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે.
