યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાનો હુમલોઃ 70 સેનિકોનાં મોત

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. સેનાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. યુક્રેનમાં કેટલીક ઇમારતોને પણ નુકસાન પહોંચાડ્યું છે. રશિયાની સેના સતત યુક્રેનના પાટનગર કિવ પર બોમ્બમારો કરી રહી છે. રશિયાએ યુક્રેન પર હુમલા જારી રાખ્યા છે, ત્યારે રશિયાની સેના યુક્રેનની મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો, જેમાં 70 સૈનિકોનાં મોત થયાં છે. રશિયાની સેના કિવ તરફ આગળ વધવાના ન્યૂઝ વચ્ચે કેટલીય વસતિઓમાં આગ લાગી હોવાના સમાચાર છે.  કિવનું કહેવું છે ગયા ગુરુવારે આક્રમણ શરૂ થયા પછી કમસે કમ 14 બાળકો સહિત 352 નાગરિકો માર્યા ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 64 કિલોમીટર લાંબી રશિયાની આર્મી આગળ વધી રહી છે. રશિયાની સેના કાફલા વિશે આ માહિતી સેટેલાઇટ ઇમેજ પ્રાપ્ત થઈ છે. બીજી બાજુ ખાર્કિવમાં પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ યુદ્ધને કારણે અત્યાર સુધી 50,000 યુક્રેનના નાગરિકો પડોશી દેશોમાં ભાગી ચૂક્યા છે. આ ઉપરાંત છ લાખ શરણાર્થી બની ચૂક્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ નો ફ્લાય ઝોન બનાવવાની માગ કરી હતી. જેથી રશિયાને હુમલાને અટકાવી શકાય.

ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે રશિયાના સૈનિકોના અસ્ત્રખન પ્રાંતમાં જમાવડો જોવા મળ્યો હતો. એ પ્રાંત રશિયાના પૂર્વમાં સ્થિત છે. ભૌગોલિક દ્રષ્ટિએ એ બહુ મહત્ત્વનો પ્રાંત છે, કેમ કે એ યુરોપ અને એશિયાથી –બંનેથી જોડાયેલો છે. રશિયાની સેના અહીં ડ્રિલ કરવાની છે. કિવ અને ખાર્કિવની વચ્ચે સ્થિત યુક્રેનના શહેર ઓખિરકામાં રશિયાની સેનાના હુમલામાં યુક્રેનના 70 સૈનિકો માર્યા હતા. યુક્રેનના વિદેશપ્રધાન દમિત્રો કુલેબોએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેમણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પાસે ધા નાખી હતી, જેથી રશિયાની સેનાએ હુમલાઓને જલદીમાં જલદી રોકવામાં આવે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]