ભયંકર અકસ્માતમાં માંડ બચ્યાં બ્રિટિશ મહારાણીના પતિ

યુકેઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ અને ડ્યૂક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ એક રોડ અકસ્માતમાં માંડમાંડ બચી ગયા. ગુરુવારના રોજ સેન્ડીગ્રામ એસ્ટેટમાં પ્રિન્સની કાર અકસ્માતનો શિકાર બની હતી પરંતુ તેમાં પ્રિન્સ ફિલિપને કોઈ જ ઈજા પહોંચી નથી. બકિંઘમ પેલેસ અને પોલીસે આ જાણકારી આપી છે.

બકિંઘમ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું કે પ્રિન્સની કાર બપોરના સમયે સેન્ડીગ્રામ નજીક અકસ્માતનો શિકાર બની ગઈ છે. તે સમયે તેઓ પોતે જ કાર ચલાવી રહ્યા હતા. પેલેસે કાર પલટવાની વાતની પુષ્ટિ કરવાનો ઈનકાર કરી દીધો.

નિવેદનમાં કહેવાયું છે કે અકસ્માતમાં ડ્યૂકને ઈજા પહોંચી નથી. પોલીસ આ મામલે અત્યારે તપાસ કરી રહી છે. પેલેસના પ્રવક્તાએ જણાવ્યું કે અકસ્માત બાદ ડોક્ટર ડ્યૂક પાસે ગયા હતા, જેમણે આ વાતની પુષ્ટિ કરી છે કે તેમને કોઈ પહોંચી નથી.

પોલીસે જણાવ્યું કે અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે ડ્રાઈવરોના શ્વાસની તપાસ કરવામાં આવી છે જે નકારાત્મક દેખાઈ છે. પોલીસ અનુસાર પ્રિન્સની કાર અને કિઆ કાર એકબીજા સાથે અથડાઈ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. જો કે પ્રિન્સને આ ઘટનામાં કોઈ ઈજા નથી પહોંચી જ્યારે પ્રિન્સની કાર જે દંપતીની કાર સાથે અથડાઈ હતી તેમને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]