કાઠમંડુઃ નેપાળમાં સત્તા પક્ષ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)થી અલગ થયેલા જૂથના અધ્યક્ષ પુષ્પકુમાર દહલ પ્રચંડે વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સામે ભારત અને ચીન પાસે મદદ માગી છે. તેમણે કહ્યું હતું કે તેમનું જૂથ ભારત અને ચીન સહિત આંતરરાષ્ટ્રીય જૂથને અપીલ કરું છું કે તેઓ વડા પ્રધાન ઓલીને સંસદ ભંગ કરીને ગેરબંધારણીય અને ગેરલોકતાંત્રિક પગલાની સામે અમારા સંઘર્ષને ટેકો આપે.
ઓલીએ 20 ડિસેમ્બરે આશ્ચર્યજનક રીતે સંસદના 275 સભ્યોના નીચલા ગૃહને ભંગ કરી દીધું હતું. વડા પ્રધાનના આ પગલાને પાર્ટી પર અંકુશ મેળવવા માટે પ્રચંડની સાથે ચાલી રહેલા મતભેદોની વચ્ચે ઉઠાવ્યું હતું. એ પછી નેપાળ રાજકીય સંકટથી ઝઝૂમી રહ્યું છે. ઓલીના આ પગલાની સામે એનસીપીની અંદર મોટા પાયે અસંતોષ ફેલાયેલો હતો અને પ્રચંડના નેતૃત્વમાં વિરોધ-પ્રદર્શનો શરૂ થયા છે. પ્રચંડ સત્તા પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે.
અમે સંઘવાદ અને લોકતંત્રને મજબૂત કરવા ઇચ્છીએ છીએ તો પ્રતિનિધિ સભાને ફરીથી પુનર્જીવિત કરવી પડશે. એ સાથે શાંતિ પ્રક્રિયા શરૂ કરવી પડશે. મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ વડા પ્રધાન ઓલીના ગર બંધારણીય અને ગેરલોકતાંત્રિક પગલાને ટેકો નહીં આપે, એમ તેમણે વિદેશી મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું.
જો પ્રતિનિધિ સભાને ફરીથી સ્થાપિત કરવામાં નહીં આવે તો દેશ ગંભીર રાજકીય સંકટમાં ફસાઈ જશે, જેથી હું પડોશી દેશો ભારત અને ચીન સહિત આંતરરાષ્ટ્રીય જૂથોથી ઓલીના આ ગેરલોકતાંત્રિક પગલાની સામે ચાલી રહેલા સંઘર્ષને ટેકો આપવાની અપીલ કરું છે, એમ ચેતવણી આપતાં પ્રચંડે કહ્યું હતું.