ફાઇઝરની રસીથી નોર્વેમાં 100ને આડઅસરઃ 23નાં મોત

ઓસ્લોઃ વિશ્વભરમાં જેમ-જેમ કોરોના રસીકરણ લગાવવાની ઝુંબેશ ઝડપ પકડી રહી છે, તેમ-તેમ અમેરિકી કંપની ફાઇઝરની રસીની આડઅસરના કેસ વધતા જઈ રહ્યા છે. ફાઇઝરની કોરોના રસી લાગ્યા પછી નોર્વેમાં 23 લોકોનાં મોત થયાં છે અને 100 લોકો પર એની આડઅસર જોવા મળી છે. આ રસી લગાવ્યા પછી 32 લોકોમાં આડઅસર જોવા મળી છે. જોકે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી થયું કે નોર્વેમાં જે મોત થયાં છે, એનો સીધો સંબંધ ફાઇઝરની રસી છે.

નોર્વેના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ લોકોમાં શરીર પર ચકામાં અને આંખોની આસપાસ સોજો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે અન્ય લોકોમાં શિરદર્દ, થાક, અને ઇન્જેક્શન લાગવાને લીધે દર્દનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. નોર્વેના અધિકારીઓએ કહ્યું હતું કે આ પ્રકારની આડઅસર રસી લગાવ્યા પછી સામાન્ય વાત છે. તેમણે ચેતવણી આપી હતી કે ફાઇઝરની રસી કોરોના બીમાર લોકો માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે.  13 મૃત લોકોએ ઓટોપ્સી રિપોર્ટ પછી કહ્યું હતું કે સામાન્ય સાઇડ ઇફેક્ટે પહેલેથી બીમાર લોકો અને વડીલોમાં ગંભીર રિએક્શન થયું હતું.

ફિનલેન્ડમાં રસીની આડઅસરના 32 કેસ

નોર્વેના પડોશી દેશ ફિનલેન્ડે કહ્યું હતું કે ફાઇઝરની રસીની આડઅસરના 32 કેસ આવ્યા છે. એ લોકોમાં એલર્જિક રિએક્શન, સાંધાઓમાં દર્દ, માંસપેશીઓમાં દર્દ, શિરદર્દ અને ઠંડી લાગવાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

બેલ્જિયમે કહ્યું હતું કે રસી લગાવવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ઇઝરાયેલે પણ કહ્યું હતું કે તેમને ત્યાં રસી લીધા પછી આડઅસરના 1000 કેસ સામે આવ્યા છે.