પેલોસીના પતિને દારૂ પીને ગાડી ચલાવવાના કેસમાં જેલ

લોસ એન્જેલસઃ અમેરિકાની સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીના પતિ પોલ પેલોસી દારૂ પીને ગાડી ચલાવવામાં દોષી માલૂમ પડ્યા હતા. જેથી તેમને પાંચ દિવસની જેલ અને ત્રણ વર્ષના પ્રોબેશનની સજા સંભળાવવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. મે, 2022માં નૈન્સી પેલોસીના 82 વર્ષીય પતિ પોલ પેલોસી પર નાપા કાઉન્ટી શહેરમાં યાઉંટવિલેમાં થયેલી કાર દુર્ઘટનાના સિલસિલામાં દારૂ પીને ગાડી ચલાવવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.  જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પેલોસીના વકીલે કહ્યું હતું કે બાકીના દિવસ જેલમાં કાપવાને બદલે કોર્ટે તેમને આદેશ કર્યો હતો કે કોર્ટના કામકાજમાં તેઓ દિવસ પૂરો કરે. કોર્ટ વર્ક પ્રોગ્રામ એક દિવસની જેલના આઠ કલાકની કોમ્યુનિટી સેવામાં ફેરવાઈ જાય છે. પેલોસી 2021માં પોર્શ ચલાવી રહ્યા હતા અને નાપા કાઉન્ટીમાં જીપ સાથે ટકરાઈ ગયા હતા. નાપા કાઉન્ટી જિલ્લા એટર્નીએ કહ્યું હતું કે  તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમના લોહીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

તેઓ આલ્કોહોલ પીને ગાડી ચલાવતા હતા. તેમના લોહીમાં આલ્કોહોલની માત્રા 0.08 ટકા માલૂમ પડી હતી. જે પછી તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલિંગ અધિકારીએ કહ્યું હતું નાપા કાઉન્ટીમાં 30 વર્ષીય પેલોસીની કારની ટક્કર એક જીપ સાથે થઈ હતી. નાપા કાઉન્ટીના જિલ્લા એટર્નીની ઓફિસે કહ્યું હતું કે ટેસ્ટમાં લોહીમાં આલ્કોહોલની માત્રા 0.82 ટકા માલૂમ પડી હતી. પોલ પેલોસી સેન ફ્રાન્સિસ્કો સ્થિત એક મૂરોકાણ કંપની છે, ફાઇનાન્સિયલ લીઝિંગ સર્વિસિઝના માલિક છે. નેન્સ અને પોલ પેલોસીનાં લગ્ન 1963માં થયાં હતાં.