વોશિગ્ટન: અમેરિકામાં રહેતા પાકિસ્તાની નાગરિકોના એક સમૂહે પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠનોના કનેક્શનની પુરજોશમાં ટીકા કરી છે. આ લોકોએ કહ્યું કે, પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદી સંગઠનો પાસેથી કોઈ પણ પ્રકારની મદદ લેવી કે કરવી નિંદનીય છે. આ સાથે આ લોકોએ માંગ કરી છે કે, પાકિસ્તાની સેનાને આ આતંકી સંગઠનોના ઘરેલૂ અને વિદેશી મોરચા પર ઉપયોગને સમાપ્ત કરી દેવો જોઈએ. આ સમૂહે પાકિસ્તામાં થઈ રહેલા લોકતાંત્રિક સ્વતંત્રતાના હનન પર પણ ચિંતા વ્યક્ત કરી છે. નારાજ સભ્યોએ અહીં આતંકવાદ અને માનવાધિકાર વિરુદ્ધ દક્ષિણ એશિયન કોન્ફરન્સ (SAATH) ની ચોથી આવૃત્તિમાં હાજરી આપી હતી અને ઉપરોક્ત વાતો તેમના સંબોધન કહી હતી.
એટલું જ નહીં આ સમૂહે પાકિસ્તાના બલૂચિસ્તાન પ્રાંતમાં સેન્ય ઉત્પીડનને તત્કાલ સમાપ્ત કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, સુરક્ષા એજન્સિઓએ ગૂમ થયેલ હજારો વ્યક્તિઓના લેખાજોખાં રાખવા જોઈએ. પાકિસ્તાન સરકારે આના માટે એક આયોગની પણ રચના કરવી જોઈએ. સમૂહે બંધારણીય શાસન અને કાયદાના શાસન માટે પાકિસ્તાનના નાગરિકો અને રાજકીય પક્ષોને હાકલ કરી છે. સાથ પરિષદમાં ભાગ લેનારા યુ.એસ. સ્થિત કોલમિસ્ટ મોહમ્મદ ટકી, ભૂતપૂર્વ સેનેટર અફરાસીબ ખટ્ટક, ભૂતપૂર્વ રાજદૂત કામરાન શફી, ડેઇલી ટાઇમ્સના ભૂતપૂર્વ સંપાદક રેહમાન, પત્રકારો તાહા સિદ્દીકી, ગુલ બુખારી અને મરાવી સિરમેડ હતા. અગાઉ SAATH પરિષદ 2016 અને 2017 માં લંડનમાં અને 2018માં વોશિંગ્ટન ડીસીમાં યોજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં આ પ્રકારના આરોપ આંતરાષ્ટ્રીય સ્તર લગાવવામાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે લશ્કર એ તૌયબા અને જૈશ એ મોહમ્મદ સહિત એ તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી ન કરી. આ સંગઠનો પાકિસ્તાનની ધરતી પરથી સંચાલિત થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં આ આતંકીઓની ટ્રેનિંગ ચાલી રહી છે. પાકિસ્તાની હુકુમત આ આતંકી સંગઠનોનું પોષણ કરી રહી છે. એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનમાં સક્રિય આ આતંકી સંગઠનો સતત સેના અને નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ભારતને સતત આ સંગઠનોથી ખતરો રહેલો છે. અમેરિકાએ ભારતની ચિંતાને યોગ્ય ગણાવી હતી. રિપોર્ટમાં અંતે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ આતંકી સંગઠનોને આર્થિક મદદ પાકિસ્તાને ચાલુ રાખી છે.