પાકિસ્તાની સંસદે વિવાદાસ્પદ બંધારણીય સંશોધન બિલ પાસ કર્યું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સંસદે રવિવારે સોમવારે વિવાદસ્તપદ 26મા બંધારણ સંશોધન બિલને પાસ કર્યું હતું. આ બિલમાં મુખ્ય જસ્ટિસનો કાર્યકાળ ત્રણ વર્ષ સુધી સીમિત કરવાની જોગવાઈ છે. પાકિસ્તાનમાં 336 સંસદસભ્યોવાળી નેશનલ એસેમ્બીલીમાં મતદાનમાં 225 સાંસદોએ આ બિલને ટેકો આપ્યો હતો. સરકારને આ બિલ પસાર કરવા માટે 224 મતોની જરૂરી હતી.

સંસદના બંને ગૃહોમાં બિલ પસાર થયા પછી હવે આર્ટિકલ 75 હેઠળ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. સત્તારૂઢ ગઠબંધન સહયોગીઓની વચ્ચે આ સહમતી પછી આ બિલને કાયદા મંત્રી આઝમ નજીર તરારે સેનેટમાં રજૂ કર્યું હતું. જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલના પાંચ સેનેટર અને બલૂચિસ્તાન નેશનલ પાર્ટી મંગલ (BNP-M)ના બે સાંસદોએ પણ આ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું. આ બિલમાં મુખ્ય જસ્ટિસની નિમણૂક માટે 12 સભ્યોના પંચની રચના કરવાનો પ્રસ્તાવ છે, જેમની નિયુક્તિ ત્રણ વર્ષ માટે થશે.

વડા પ્રધાન શહબાઝ શરીફે કેબિનેટ બેઠક પહેલાં રાષ્ટ્રપતિ આસિફ અલ ઝરદારી સાથે મુલાકાત કરીને તેમને આ માહિતી આપી હતી અને તેમની સાથે વિચારવિમર્શ કર્યો હતો.