પાકિસ્તાનના મંત્રી બન્યા મજાકનું પાત્ર, કારણ જાણી મજા આવશે

ઈસ્લામાબાદઃ જમ્મુ-કશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયા બાદથી રાજ્યમાં શાંતિની સ્થિતિ યથાવત છે. પાકિસ્તાનને આ વાત હજમ નથી થતી એટલા માટે જ જમ્મુ-કશ્મીરને અશાંત કરવા સતત પ્રયત્નો કરતું રહે છે. આજ કારણે પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ ગુરુવારે ટ્વીટ કરીને જમ્મુ કાશ્મીરમાં સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટ સુવિધા આપવાની વાત કહી હતી. જોકે આ અંગે સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ કર્યા અને તેની મજાક ઉડાવી રહ્યા છે.

ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને લખ્યું કે,‘આજે દુનિયામાં ઈન્ટરનેટ લોકોનો મૌલિક અધિકાર છે. મે જમ્મુ-કશ્મીરના લોકોને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે અમે એના માટેની સંભાવનાઓ તપાસી રહ્યા છીએ. આના માટે અમે SPRACO (પાકિસ્તાન સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન)ને એક પત્ર લખ્યો, જેમાં પુછાયું હતું કે શું જમ્મુ કાશ્મીરમાં સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટ સેવા આપી શકાય છે’?

એક યુઝરે કહ્યું કે, ‘અલ્લાહેએ મોઢાને કંઈ પણ બોલી નાંખવા માટે આપ્યું નથી’એક અન્ય યુઝરે લખ્યું કે,‘સેટેલાઈટ યુદ્ધની રમત ના રમશો’ આ પાકિસ્તાન માટે ખોટું હશે.

ત્યારબાદથી તો ટ્વિટર યુઝર્સ તેમની પાછળ પડી ગયા. પહેલાં તો કશ્મીરમાં ઇન્ટરનેટને લઇ ત્યારબાદ પોતાની જ અંતરિક્ષ એજન્સીનું નામ ના જાણવા માટે ટ્રોલ થયા. પાકિસ્તાનની અંતરિક્ષ એજન્સીનું નામ SUPRACO છે પરંતુ તેમણે પોતાની ટ્વીટમાં તેને SPRACO લખી દીધું.

ફવાદને પાકિસ્તાનીઓએ જ જવાબ આપવાનું શરૂ કર્યું. એક પાકિસ્તાની યુઝરે લખ્યું કે બ્લુચિસ્તાનમાં પણ છેલ્લાં દોઢ મહિનાથી ઇન્ટરનેટ સર્વિસીસ બંધ કરી દેવાઇ છે. પહેલાં પોતાના લોકોને ઇન્ટરનેટ આપો પછી બીજા અંગે વિચારો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં મોંઘવારી ચરમ પર છે. ભારત સાથે વેપાર બંધ કર્યા પછી પાકિસ્તાનમાં ટામેટાના ભાવ 180 રૂપિયાથી 300 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યા છે. પાકિસ્તાન પર ઋણ બોજ દિવસેને દિવસે વધતો જાય છે. આ જ કારણે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના લોકોને ગુમરાહ કરવા માટે ઈમરાન સરકારના મંત્રી રોજ નવા નવા નિવેદનો આપી રહ્યા છે.