યુનેસ્કોમાં રામ મંદિર મુદ્દે પાકનો નાપાક બફાટઃ ભારતનો જડબાતોડ જવાબ

પેરિસઃ કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કરવામાં આવ્યા બાદથી જ પાકિસ્તાન દુનિયાભરમાં ભારત વિશે સાવ ખોટો પ્રચાર કરવાના નાપાક પ્રયત્નો કરી રહ્યું છે અને દરેક વખતે તેને ભારત તરફથી જડબાતોડ જવાબ પણ મળ્યો છે. પાકિસ્તાને આ વખતે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યૂનેસ્કોમાં કાશ્મીર સીવાય અયોધ્યા નિર્ણયનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે યૂનેસ્કો જનરલ કોન્ફરન્સમાં પાકિસ્તાનના પરાક્રમો છતા કરતા કહ્યું કે પાકિસ્તાનના DNA માં આતંકવાદ છે. ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનના ખોટા દાવાઓનો જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન ભારતની અખંડતા અને આંતરિક મામલાઓમાં દખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને પોતે પોતાના દેશમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે.

હવે નાપાક પાકિસ્તાને કાશ્મીરની સાથે જ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે પણ સવાલો ઉઠાવ્યા છે. ભારતે પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાનને આ પ્રકારની દખલઅંદાજી કરવાની આદત પડી ગઈ છે.

યૂનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે કહ્યું કે, પાકિસ્તાન પોતાના કૃત્યોને છુપાવવા માટે ભારતના આંતરિક મામલાઓ વિશે ખોટા દાવાઓ કરે છે જ્યારે તેના ત્યાં આતંકવાદનો પોતે સહારો આપે છે અને અલ્પસંખ્યકો પર અત્યાચાર કરવામાં આવે છે. તેમણે પાકિસ્તાનના કૃત્યોનું આખુ લિસ્ટ ખોલ્યું. અનન્યાએ કહ્યું કે, 1947 માં પાકિસ્તાનમાં 23 ટકા અલ્પસંખ્યક હબતા જે હવે ઘટીને 3 ટકા રહી ગયા છે. અહીંયા ઈસાઈઓ, શિખો, હિંદુઓ, શિયા અને અમહમદિયા મુસ્લિમો વિરુદ્ધ કાયદા બનાવવામાં આવ્યા અને તેમના ધર્માંતરણના પ્રયત્નો કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં આજે મહિલાઓ પર હિંસા, બાળ લગ્ન અને ઓનર કિલિંગની મોટી સમસ્યા છે. આ એક એવો દેશ છે જેનો લીડર યૂએનના મંચનો ઉપયોગ પરમાણુ ધમકી આપવા માટે કરે છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ઓસામા બિન લાદેન અને હક્કાની આતંકવાદીઓને પાકિસ્તાનના હીરો ગણાવ્યા છે. પાકિસ્તા દુષ્ટતાનું ઘર છે જ્યાં રુઢિવાદિતા અને કટ્ટરપંથ ભરપુર છે. પાકિસ્તાન એક ફેઈલ સ્ટેટ છે કે જ્યાં આતંકવાદ પોતાના મૂળીયા જમાવી બેઠો છે. યૂનેસ્કોના પ્લેટફોર્મનો રાજનૈતિક ઉપયોગ કરતા દુષ્પ્રચાર કરવા પર ભારત આની કડક નિદા કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]