પાકિસ્તાનઃ બસમાં ભીષણ આગ લાગતાં 17નાં મોત

કરાચીઃ પાકિસ્તાનમાં ગઈ કાલે એક દુર્ઘટનામાં બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેથી આ બસમાં સવાર 17 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના કરાચીની નજીક નૂરિયાબાદમાં થઈ હતી. પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે ખેરપુર નાથ શાહ ક્ષેત્રમાં બસ બળીને ખાખ થઈ હતી. આ બસમાં સવાર 17 લોકોનાં મોત થયાં હતાં અને 20 લોકો ઘાયલ થયા હતા.

આ બસ ઇન્ટરસિટીની હતી. આ બસ 50થી વધુ પૂરપીડિતોને લઈને જવાના પ્રયાસમાં હતી. તેઓ અત્યાર સુધી અહીં હંગામી આવાસમાં રહી રહ્યા હતા. એ શેલ્ટર કરાચીમાં સ્થિત છે. બધા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટના નૂરિયાબાદની નજીક M-9 મોટરવેની પાસે બની હતી. આ બસમાં અચાનક આગ લાગી હતી. આ બસમાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાની તપાસ પાકિસ્તાની પોલીસ કરી રહી છે. આ અકસ્માતમાં  મોતનો આંકડો હજી પણ વધે એવી શક્યતા છે. આ બસ દુર્ઘટનામાં થયેલા મોતોમાં મોટા ભાગનાં બાળકો છે. આ અકસ્માતમાં 12 બાળકોનાં મોત થયાં છે. આ બસમાં સવાર અનેક લોકો એક ગામના રહેવાસી હોવાની શક્યતા છે.