મુકેશ અંબાણીએ બદ્રીનાથ, કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના કરી

નવી દિલ્હી, 13 ઓક્ટોબર 2022: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં દર્શન કર્યા હતા. દેશના આ અગ્રગણ્ય ઉદ્યોગપતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા અને ભગવાન બદ્રી વિશાલની વિશેષ પ્રાર્થના કરી હતી.

ભગવાન બદ્રી વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવાયેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટમાં આપવામાં આવી હતી. બદ્રીનાથ મંદિરના મુખ્ય પ્રાંગણમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ એક સામાન્ય ભક્તની જેમ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ધ્યાન કર્યું હતું.

ત્યારબાદ અંબાણી કેદારનાથ ધામ ગયા હતા અને કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. મંદિર સમિતિએ એમનું સ્વાગત કર્યું હતું.