પાકિસ્તાનઃ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ખ્વાજા આસિફને અયોગ્ય જાહેર કર્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફને કોર્ટે અયોગ્ય જાહેર કરી દીધા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે પીટીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા ખ્વાજા આસિફને અયોગ્ય ઘોષિત કર્યા છે.

કોર્ટે ખ્વાજા આસિફને પાકિસ્તાનના સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે ખ્વાજા આસિફને સંઘીય પ્રધાન રહેતા દુબઈની વર્ક પરમિટ રાખવાના આરોપમાં અયોગ્ય જાહેર કર્યા છે. જો કે ખ્વાજા આસિફે ઈસ્લામાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે.

કોર્ટે આ નિર્ણય બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફને તાત્કાલીક રીતે પદ પરથી હટાવામાં આવ્યા છે. તો સાથે જ નેશનલ એસેમ્બલીના સભ્ય સ્વરૂપે તેમની સદસ્યતા પણ રદ્દ કરી દેવામાં આવી છે.

ઈસ્લામાબાદ કોર્ટના 3 સભ્યોની સ્પેશીયલ બેંચે ખ્વાજા આસિફ વિરૂદ્ધ આ નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત કોર્ટે ખ્વાજા આસિફને જીવનભર માટે અયોગ્ય ઘોષિત જાહેર કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]