રાજકારણથી દૂર રહેજોઃ પાકિસ્તાન લશ્કર, ISIને જનરલ બાજવાનો આદેશ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાએ એમના કમાન્ડરો તથા મુખ્ય અધિકારીઓને તેમજ જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) સાથે સંકળાયેલા અધિકારીઓને નવેસરથી આદેશ આપ્યો છે કે એમણે રાજકારણ ક્ષેત્રથી દૂર રહેવું તથા નેતાઓ સાથે વાતચીત કરવાનું ટાળવું.

પંજાબ રાજ્યમાં આગામી પેટાચૂંટણીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીને નુકસાન થાય એ રીતે કોઈક ગોલમાલ કરાવવાના રાજકીય ષડયંત્રમાં પાકિસ્તાન લશ્કર અને આઈએસઆઈના કેટલાક અધિકારીઓ સામેલ થયા હોવાના પીટીઆઈના આક્ષેપને પગલે જનરલ બાજવાએ એમના અધિકારીઓને ઉપર મુજબનો આદેશ આપ્યો છે.