અમેરિકામાં ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટમાં 18,000 ગાયનાં મૃત્યુ

ડિમિટ (ટેક્સાસ): અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડિમિટ પ્રાંતમાં આવેલા એક ડેરી ફાર્મમાં લાગેલી આગમાં 18,000થી વધારે ગાયનાં મરણ થયાનો આંચકાજનક અહેવાલ છે.

આ દુર્ઘટના ડિમિટ નજીક સાઉથફોર્ક ડેરી ફાર્મમાં બની હોવાનો અહેવાલ છે. વિસ્ફોટ થયા બાદ લાગેલી આગમાં એક મહિલાને ઈજા થઈ હતી. એને લુબોક નગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એની હાલત ગંભીર હતી.