ન્યૂયોર્ક દુનિયાનું સૌથી મોંઘું શહેરઃ યાદીમાં ભારતના 3 શહેર

મુંબઈઃ અમેરિકાના આર્થિક પાટનગર ન્યૂયોર્ક વિશે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું જ નથી. આ શહેરે રહેવાની દ્રષ્ટિએ દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જોકે પહેલા નંબર પર તેની સાથે સિંગાપોર પણ છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યૂનિટ (EIU)ના સર્વેક્ષણ અનુસાર, વર્ષ 2022માં દુનિયાના મોટા શહેરોમાં સરેરાશ જીવનધોરણ એટલે કે રહેવાનો ખર્ચો લગભગ 8.1 ટકા વધ્યો છે. આ મોંઘવારી માટે યૂક્રેન-રશિયા યુદ્ધ અને કોવિડ-19 મહામારી કારણરૂપ છે.

ન્યૂયોર્ક શહેર

આ યાદીમાં ગયા વર્ષે ઈઝરાયલનું તેલ અવીવ શહેર પહેલા નંબર પર હતું. તે આ વર્ષે ત્રીજા સ્થાને છે. અમેરિકાનું લોસ એન્જિલીસ અને સેન ફ્રાન્સિસ્કો શહેર સૌથી મોંઘા 10 શહેરોની યાદીમાં સામેલ છે.

આ છે ટોપ-10 સૌથી મોંઘા શહેરોઃ

સિંગાપોર

ન્યૂયોર્ક અને સિંગાપોર, તેલ અવીવ, હોંગકોંગ, લોસ એન્જિલીસ, જ્યૂરિક, જિનેવા, સેન ફ્રાન્સિસ્કો, પેરિસ, સિડની અને કોપનહેગન.

દુનિયાના સૌથી મોંઘા 172 શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરનો સમાવેશ કરાયો છે – બેંગલુરુ (કર્ણાટક), ચેન્નાઈ (તામિલનાડુ) અને અમદાવાદ (ગુજરાત). મુંબઈનો સમાવેશ નથી.