નાસાએ જાહેર કર્યા ચંદ્રયાન-2 ની લેન્ડિંગ સાઈટના ફોટોગ્રાફ્સ, થયો મોટો ખુલાસો…

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2 ના વિક્રમ લેન્ડરને લઈને નાસાએ એક મોટો ખુલાસો કર્યો છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રયાન- ના વિક્રમ લેન્ડરના લેન્ડિંગ વાળી જગ્યાના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું હાર્ડ લેન્ડિંગ થયું છે. નાસાએ ચંદ્રમાની પરિક્રમા કરી રહેલા પોતાના લૂનર રિકોનિસ્સેંસ ઓર્બિટરને વિક્રમ લેન્ડના લેન્ડિંગ સાઈટ ઉપરથી પસાર કર્યું હતું, તેના ઓર્બિટરથી કેદ ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા. નાસાએ એ જગ્યાના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા છે કે જ્યાં સાઉથ પોલ પર વિક્રમનું લેન્ડિંગ થવાનું હતું. તસવીરમાં ધુળ દેખાઈ છે.

વિક્રમ લેન્ડર મૉડ્યુલે એક સમતળ સપાટી પર લેન્ડિંગની કોશિષ કરી, પરંતુ આ આશા પ્રમાણે થઇ શકયું નહીં. ત્યારબાદ 7મી સપ્ટેમ્બરના રોજ ઇસરોની સાથે નાસાનું કનેકશન સંપૂર્ણપણે ખત્મ થઇ ગયું. નાસાની તરપથી નિવેદન રજૂ કરાયું છે કે ચંદ્રની સપાટી પર નાસાનું હાર્ડ લેન્ડિંગ થયું છે, એ સ્પષ્ટ છે. સ્પેસક્રાફ્ટ કોઇ લોકેશન પર લેન્ડ થયું તે હજુ ચોક્કસ પણ કરી શકાય નહીં. તસવીરો કેન્દ્રથી 150 કિલોમીટર દૂરથી લેવાઇ છે.

આપને જણાવી દઇએ કે 7મી સપ્ટેમ્બરના રોજ લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાનું હતું. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો ભારતનો આ પહેલો પ્રયાસ હતો. અમેરિકન સ્પેસ એજન્સીના મતે લેન્ડિંગ સાઇટ પરથી 17મી સપ્ટેમ્બરના રોજ એલઆરઓ પાસે થયું અને હાઇ રિઝોલ્યુશન તસવીરો ત્યાંથી લીધી છે. હજુ સુધી એલઆરઓની ટીમને ઇમેજ અને લેન્ડરનું લોકેશન ખબર પડી શકી નથી.

નાસાની તરફથી નિવેદન રજૂ કરવામાં આવતા કહ્યું છે કે એલઆરઓ એક વખત ફરીથી લેન્ડિંગ સાઇટની નજીક પહોંચવાનો પ્રયાસ કરશે. 14મી ઑક્ટોબરના રોજ જ્યારે અજવાળું અનુકૂળ હશે તો એક વખત ફરીથી કોશિષ કરશે. લૂનર રેજોન્સ ઑર્બિટર (LRO) મિશનના ડેપ્યુટી પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ જૉન કેલરે પીટીઆઈને ઇમેલ દ્વારા જવાબમાં કહ્યું કે જે સમયે લેન્ડિંગ એરિયાની તસવીરો લેવામાં આવી ત્યારે ખૂબ જ ધૂંધળું અને અંધારૂં હતું. શકય છે કે વિક્રમ લેન્ડર આવા જ કોઇ ધૂંધળા ભાગમાં હોવાના લીધે દેખાતું નથી. ઑક્ટોબરમાં અજવાળું હશે ત્યારે શ્રેષ્ઠ રહેશે અને એ સમયે લેન્ડરની તસવીરો લેવાના ફરીથી પ્રયત્નો કરીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]