આ સરળ અને આકર્ષક લુક અપનાવી તમારી નવરાત્રિને બનાવો સ્પેશિયલ

ધાર્મિક મહત્વની સાથે નવરાત્રિમાં નવ દિવસ ગરબા રમવાનું અનોખું મહત્વ છે તેમાં પણ આજ-કાલ નવ દિવસ નવ અલગ અલગ લુકમાં અને કંઈક જૂદા જ દેખાવવું પણ એટલું જ મહત્વનું હોય છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે અને ખેલૈયાઓમાં પોતે કઈ રીતે અલગ દેખાય એ વાતને લઈને મીઠી મૂંઝવણ પ્રવર્તે છે ત્યારે મેં આ મૂંઝવણ ટાળવાનો નાનકડો પ્રયત્ન અહીં કર્યો છે. અહીં મેં જૂદા જૂદા ચાર લુકની વાત કરી છે. આવો જોઈએ, કયા કયા છે એ લુક…

લુક-1: કચ્છી કારીગરી

કચ્છ એ આજે પણ આપણી લોક સંસ્કૃતિના વારસાને સાચવીને બેઠું છે. કચ્છી સ્ત્રીઓ વિવિધ કલરફુલ દોરાનો ઉપયોગ કરી કપડા પર સુંદર ભાત ઉભી કરવામાં માહેર હોય છે. તો એવી જ કચ્છી ‘જત’ પ્રજાની સ્ત્રીઓનો પહેરવેશ ‘કલરી’ લાંબો બ્લાઉઝ કે વિવિધ કલરફુલ દોરા, તોય અને ફમતાનું હેન્ડ વર્ક કરી બનાવવામાં આવે છે. લોકલ હેન્ડીક્રાફ્ટની સોપમાંથી લીધેલો આ ‘કજરી’ બ્લાઉઝને મે મારા નવરાત્રિ સ્ટાઈલીંગ ઉપયોગ કર્યો છે.

આ બ્લાઉઝ પ્રમાણમાં ઘણો લાંબો અને પહેરવામાં આરામદાયક હોય છે. લીનન ના આભલા ભરેલા સફેદ ચણીયા જોડે આ બ્લાઉઝને પેર અપ કર્યો છે. ‘કજરી’ એ કોટનના કપડા પર કોટનના દોરા વડે જ બન્યો હોવાથી એની સુંદરતાની સાથે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ હોય છે. હેવી બ્લાઉઝ અને ડીસન્ટ કલરનો ચણીયો હોવાથી લાઈટ વેઈટ સીલ્વર જ્વેલરી અને ખાલી પેરઅપ માટે બ્રાઈટ દુપટ્ટો પહેર્યો છે.

‘કજરી’ Heighlght Pait હોવાથી મેક અપ હળવો કર્યો છે જેથી ગરબા રમવામાં સગવડતા રહે.

લુક-2 બોલીવુડ

આ લુકમાં મે મેક અપ સાથે થોડુ એક્સ્પરીમેન્ટ કર્યું છે ત્રણ અલગ અલગ પણ એક બીજા સાથે જોડાયેલા કલરનું કોમ્બિનેશન કરી બ્રાઈટ કલરના ચણીયાચોળી પહેર્યા છે. નવરાત્રિમાં રાત્રે લાઈટિંગમાં ગોલ્ડન, યેલો, પિન્ક કલર અલજ ઈમેજ ઉભી કરે છે.

અહીં જ્વેલરીમાં મે ફક્ત મોટી પોમ પોમ ઈયરિંગ પહેરી છે, ચહેરા પર ગોલ્ડન મેક અપ અને કલરફુલ ચણીયાચોળી પહેરી છે.

Tips: ભારતીય સ્કીન ટોન પર બ્રાઈટ કલર હંમેશા દિપી ઉઠે છે. બ્રાઈટ કલર્સ આઉટફિટ જ એટલા હાઈલાઈટ થાય છે કે, જ્વેલરી એવોઈડ કરી શકાય અને ચિંતા મુક્ત થઈને ગરબા રમી શકાય છે.

ઉંચી હાઈટ હોય તો આ પ્રકારનો લોન્ગ બ્લાઉઝ પહેરી શકાય. અલગ દેખાવા માટે આ પ્રકારનો કલરફુલ લોન્ગ બ્લાઉઝ એક અલગ જ લુક આપે છે.

લુક-3 ફેશન

લુક-3 માટે મે મારા વોર્ડરોબમાં નજર ફેરવી અને મારા ક્રોપ ટોપ અને બેઝિક વ્હાઈટ ચણિયા સાથે ટીમ અપ કરી લુક-3 તૈયાર કર્યો છે. અહીં મેં મારા બ્લેક ક્રોપ ટોપ અને બેઝિક સફેદ ચણિયો અને કોટનનો જ બ્લેક દુપટ્ટો એવી જોડી બનાવી છે. સાથે આંખો પર મેક અપ કર્યો છે અને વાળ બર્ન કરી બાકી બેઝિક લુક જ રાખ્યો છે.

Tip: તમે પણ તમારા કોઈ કોટનના ટોપ, શર્ટ કે ટી-શર્ટને બેઝિક કલરના ચણિયા, ધોતી કે પેન્ટ સાથે મેચ કરી આ નવરાત્રિ કમ્ફર્ટેબલ અને રિલેક્સ બનાવી શકો. આખા ચહેરા પર મેક અપ કરવાના બદલે આંખ કે હોઠને હાઈલાઈટ કરી અલગ લુક બનાવી શકો છો.

લુક-4

નવરાત્રિમાં જ આપણી સિલ્વર ઓક્સોડાઈઝ વગેરે જ્વેલરીનો ઉપયોગ થતો હોય છે, તો અહીં આ લુકમાં મે સાદા સફેદ લીનનું કેડિયું ચણિયો પહેર્યો છે, અને જ્વેલરીને જ હાઈલાઈટ કરી છે. અજરખનો બ્લૂ દુપટ્ટો પહેર્યો છે સિંગલ કલરની ચોળીમાં વિવિધ કલરના દુપટ્ટાનો ઉપયોગ કરી એક્સ્પરીમેન્ટ કરી શકાય છે. અહીં મેં ભરપુર માત્રામાં જ્વેલરીનો ઉપયોગ કર્યો છે. અને મેક અપમાં ખાલી હોઠ પર ડાર્ક શેડ લિપસ્ટીક વાપરી શકાય. બાકી મેક અપ બેઝિક રાખ્યો છે.

Tips: નવરાત્રિ એ ગરબા રમવાનો તહેવાર છે તો, આ ચારેય લુકમાં મેં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે, દરેક લુક ઓછી મહેનત સાથે અને સારા કમ્ફર્ટ લેવલ સાથે તૈયાર થઈ જાય.

મારા મત મુજબ ગરબાની રમઝટ કરતી વખતે સરળતા હોવી જોઈએ તેથી વધુ નામ-જામ વગરના અલગ કલરના પ્રયોગ, જ્વેલરી સાથે પ્રયોગ, મેક અપના નાના પ્રયોગ કરી કમ્ફોર્ટેબલ અને સરળ લુક તૈયાર કર્યો છે.

(લેખિકા અભિનીષા ઝુબીન આશરા ફૂડ અને ફેશન બ્લોગર છે)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]