2018માં હાથ ધરાનાર કામો વિશે ‘નાસા’ની યાદીમાં સૂર્યને ‘સ્પર્શ કરવાનું’ મિશન

વોશિંગ્ટન – અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) 2018માં તેની સ્થાપનાનાં 60 વર્ષ પૂરા કરશે. એણે આ વર્ષમાં હાથ ધરાનાર કામોની એક યાદી બનાવી છે અને એમાંનું એક મિશન એણે રાખ્યું છે – સૂર્યને સ્પર્શ કરી આવવાનો.

‘નાસા’ 2018માં તેના અવકાસયાન ‘પાર્કર સોલર પ્રોબ’ને અવકાશમાં છોડવાનાર છે. એ સૂર્યના બાહ્ય વાતાવરણનું સંશોધન કરશે.

એ અવકાશયાન લગભગ સાત વર્ષ સુધી શુક્રના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરશે અને ધીમે ધીમે સૂર્યની ભ્રમણકક્ષાની નિકટ જશે.

એ યાન પૃથ્વીની સપાટીથી 62 લાખ કિલોમીટર દૂર સૂર્યના વાતાવરણમાંથી પસાર થશે. તે બુધ ગ્રહની ભ્રમણકક્ષાની અંદર હશે અને એટલું બધી નિકટ જશે કે ત્યાં આજ સુધી બીજું કોઈ અવકાશયાન જઈ શક્યું નથી.

પાર્કર સોલર પ્રોબ અવકાશયાન તીવ્ર ગરમી અને સૌર્ય રેડિએશનના જોખમી વિસ્તારમાં વૈજ્ઞાનિક અભ્યાસો કરશે.

આ મિશનનું પ્રાથમિક વૈજ્ઞાનિક તપાસનું લક્ષ્ય સૂર્યની આસપાસના તેજોવલયમાંથી ઊર્જા અને ગરમી કેવી રીતે આગળ વધે છે તેમજ સૌર્ય ઊર્જાવાળો પવન અને સૌર્ય ઊર્જાના કણ કેવી રીતે ગતિ પકડે છે એ ચકાસવાનું છે.