નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની રાજદૂત મલીહા લોધીની જગ્યા હવે અબ મુનીર અકરમ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આની જાહેરાત કરી દીધી છે. યૂએનમાં હવે પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમ હશે. મુનીર અકરમ આ પહેલા પણ આ પદ પર 2002 થી 2008 વચ્ચે રહી ચૂક્યા છે. તેઓ ન્યૂયોર્ક સ્થિત મુખ્યાલયમાં તેનાત રહેશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સ્તર પણ ઘણી નિયુક્તિઓ કરી છે. રાજદૂત મુનીર અકરમ સીવાય ઘણી નિયુક્તિઓની પણ જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં વર્તમાન ડાયરેક્ટર જનરલ ખલીલ અહમદ હાશમીને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ત્રણ નવા રાજદૂતોની પણ નિયુક્તિ કરી છે. મહોમ્મદ એઝાઝને હંગેરીના રાજદૂત બનાવવામાં આવ્યા છે. સૈયદ સજ્જાદ હૈદરને કુવૈતના રાજદૂત બનાવવામાં આવ્યા છે.