મોડર્નાએ બાળકો પર કોરોના-રસીનું પરીક્ષણ શરૂ કર્યું

વોશિંગ્ટનઃ મોડર્નાએ છ મહિનાથી  12  વર્ષની વયની નીચેનાં બાળકો પર કોવિડ-19ની રસીનું માનવ પરીક્ષણ શરૂ કર્યું છે. આ પરીક્ષણ માટે અમેરિકા અને કેનેડાએ 6750 બાળકો સામેલ કરવાનું લક્ષ્ય છે. કંપનીએ આ રસીનું માનવ પરીક્ષણ 12-17 વર્ષીય બાળકો પર કર્યું છે, પણ પરિણામની જાહેરાત નથી કરી.

12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર રસીનું પરીક્ષણ

સંશોધનકર્તાઓએ નાના બાળકોની સાથે માનવ પરીક્ષણ શરૂ કરવા માટે રસીનો રિસ્પોન્સ જોવા ઇચ્છે છે. માનવ પરીક્ષણમાં સામેલ દરેક બાળકને 28 દિવસમાં અંતરાલ પર બે ડોઝ લગાવવામાં આવશે. મોડર્નાએ એની રસીને બે ભાગમાં કરવાની વાત કરી હતી. પહેલા હિસ્સામાં 2.12 વર્ષની વચ્ચેના બાળકો સામેલ થશે અને તેમને બે ડોઝ લગાવવામાં આવશે.

કંપનીએ કહ્યું હતું કે પ્રતિ ડોઝ 50 અથા 100 માઇક્રોગ્રામ હશે, જ્યારે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 25, 50 અથવા 100 માઇક્રોગ્રામના બે ડોઝ આપવામાં આવશે. પરાક્ષણના બીજા તબક્કામાં કેટલાક ડોઝ બાળકોને લગાવવામાં આવશે. આ રસીકરણમાં ભાગ લેતાં બાળકોનું એક વર્ષ મોનિટરિંગ કરવામાં આવશે. એ પછી અંતિમ વિશ્લેષણ કરવામાં આવશે. એ વાત માલૂમ કરાશે કે સૌથી સારો ડોઝ કયા ગ્રુપ માટે કયો હોઈ શકે.

બાળકોમાં બીમારીની ગંભીરતા અથવા કોવિડ-9થી મરવાની સંભાવના વયસ્કોથી બહુ ઓછી હોય છે, પણ તેમની ક્ષમતા અન્યોને વાઇરસ ફેલાવવાની હોય છે. જેથ આ વર્ગને રસીકરણની જરૂર છૈ. કંપનીએ આ સપ્તાહે એની રસી આગલી પેઢીના પ્રારંભમાં માનવ પરીક્ષણમાં પહેલાં દર્દીઓને ડોઝ લગાવવાની જાહેરાત કરી હતી. મોડર્નાના બે ડોઝવાળી રસી કોવિડ-19ની સામે અમેરિકામાં ઉપયોગમાં લેવા માટે સ્વીકૃત ત્રણ રસમાંની એક છે.બે અન્ય રસીમાં એક ફાઇઝર-બાયોએનટેકની વિકસિત અને નબીજી જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝને લીલી ઝંડી મળી છે.