ક્યા સવાલનો જવાબ આપીને આફ્રિકન સુંદરી બની મિસ યુનિવર્સ?

એટલાન્ટાઃ રવિવારે અમેરિકાના એટલાન્ટામાં યોજાયેલી 68મી મિસ યુનિવર્સ ઇવેન્ટમાં 90 સુંદરીઓએ ભાગ લીધો હતો, જેમાં દક્ષિણ આફ્રિકાની ઝોજીબીની તુન્ઝીએ તમામને હરાવીને વિશ્વ સુંદરીનો તાજ પહેર્યો હતી. વિશ્વની 90 સુંદરીઓ આ સ્પર્ધામાં જીત મેળવવા માટે એકબીજા સામે હરીફાઈ કરી રહી હતી. આ બધાને પરાજિત કર્યા પછી, દક્ષિણ આફ્રિકાની ઝોજીબીની તુનઝીએ વર્ષ 2019નો મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે.

જોજિબીની તુન્ઝી સાથે 20 સુંદરીઓ સેમિફાઇનલમાં પહોંચી હતી. જેમાં ભારતના વર્તિકા સિંહ પણ હતાં. જો કે, વર્તિકા ટોપ 10માં તે સ્થાન મેળવી શક્યાં નહીં અને તે સ્પર્ધામાંથી બહાર થઈ ગયાં હતાં. બધી સુંદરીઓના એક પછી એક રાઉન્ડ પછી અંતે મેક્સિકોની સોફિયા એરાગોન, મેડિસન એન્ડરસન અને ઝોજીબીની તુન્ઝી વચ્ચે આખરી હરીફાઈ થઈ.

ત્રણેય ફાઇનલિસ્ટને એક જ સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ એ હતો કે… એ કઇ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે યુવા છોકરીઓને ભણાવવી જોઈએ? ત્રણેય સુંદરીઓએ પોતાનો શ્રેષ્ઠ જવાબ આપ્યો, પરંતુ ઝોજીબીનીએ જે પ્રતિસાદ આપ્યો તેમાં તુન્ઝીને મિસ યુનિવર્સ બનાવી દીધી. આ સવાલના જવાબમાં તુન્ઝીએ કહ્યું, ‘આપણે છોકરીઓને શીખવવાની સૌથી મહત્ત્વની બાબત છે નેતૃત્વ લેવું. સમાજમાં સ્થાન બનાવવા નેતૃત્વથી વધુ મહત્ત્વનું કંઈ નથી’

એટલાન્ટામાં યોજાયેલી આ હરીફાઈમાં, વર્તિકા સિંહે દેશી અવતારમાં રેમ્પ વોક કર્યો હતો અને ભારતીય પોશાકથી સૌનુંનું દિલ જીતી લીધું. જો કે, વર્તિકા વિનરની રેસમાં ઘણાં પાછળ પડી ગયાં હતાં. વર્તિકાએ મિસ યુનિવર્સની સ્પર્ધાના રાઉન્ડમાં લાલ રંગનો લહેંગા ટ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતાં હતાં. મિસ ઈન્ડિયા વર્તિકાએ કોસ્ચ્યુમ રાઉન્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું અને ત્યારબાદ વર્તિકા સિંહને બાદ કરતાં સ્વીમસ્યુટ રાઉન્ડમાં ટોચના 10 સ્પર્ધકો આવ્યાં હતાં. આ સાથે, આ સ્પર્ધામાં ભારતીય સુંદરી વર્તિકા અને ભારતના મિસ યુનિવર્સ પડકારનો અંત આવી ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]