માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્રનું નિધન

વોશિંગ્ટનઃ વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્ર ઝેન નડેલાનું નિધન થયું છે. તે 26 વર્ષનો હતો.  કંપનીએ જણાવ્યું હતું કે કંપનીના પ્રમુખ સત્ય નડેલા અને તેમનાં પત્ની અનુના પુત્રનું નિધન થયું છે. તે જન્મથી સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત હતા. સેરેબ્રલ પોલ્સી બાળકોમાં એક એવો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર હોય છે, જેનાથી દર્દીની હરવાફરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. એનાથી મગજ અને માંસપેશીઓની વૃદ્ધિ પર ક્યારેક-ક્યારેક જન્મથી પહેલાંથી અસર પડે છે. કેટલાંક બાળકોમાં જન્મ પહેલાંથી એનાં લક્ષણો પેદા થઈ જાય છે.

સત્ય નડેલાએ 2017માં પોતાના પુસ્તકમાં Hit Refresh પ્રકાશિત થઈ હતી, જેમાં તેમણે પોતાના પુત્રના સંઘર્ષો વિશે કેટલીક વાતો લખી હતી.  તેમણે એ પુસ્તમાં જણાવ્યું હતું કે તેમના પુત્રનો જન્મ ત્યારે થયો હતો, જ્યારે તેઓ 27 વર્ષના હતા. તેમનો પુત્ર ગંભીર સેરેબ્રલ પોલ્સીની પેદા થયો હતો. જેથી તેમના પુત્રને કારણે તેમનામાં વ્યક્તિગત અને વ્યાવસાયિક ફેરલાવવામાં મદદ મળી.

કંપનીએ કર્મચારીઓને એક ઇમેઇલ લખીને જણાવ્યું હતું કે ઝૈન નડેલાનું નિધન થયું છે. કંપનીએ સંદેશમાં આગ્રહ કર્યો હતો કે તેઓ નડેલા પરિવાર વતી પ્રાર્થનાઓ કરે અને તેમને હાલ પ્રાઇવસી આપે.

ઝૈનની સારવાર જે ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલી રહી હતી, ત્યાં તેનું નિધન થયું હતું. આ હોસ્પિટલના CEO જેફ સ્પેરિંગે એક મેસેજમાં લખ્યું હતું કે ઝૈન સંગીતમાં અલગ-અલગ રસ માટે, નિર્ળ સ્મિત અને નિર્ભેળ આનંદ માટે યાદ કરવામાં આવશે. તે તેની સાથે રહેવા પર તેના પરિવારની જેમ યાદ કરતો હતો.