ચીનના એમ્બેસેડર, જૈશના કમાન્ડરની સાથે તાલિબાનના નેતાઓની મુલાકાત

કાબુલઃ અફઘાનિસ્તાનમાં ચીની એમ્બેસેડર વાંગ યુ અને પાકિસ્તાનસ્થિત જૈશ-એ મોહમ્મદના ચીફ ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અબ્દુલ રઉફ અઝહરે અફઘાનિસ્તાન પર કબજો કરવા બદલ સુન્ની પશ્તૂન ઇસ્લામવાદીઓને અભિનંદન આપવા માટે કંધારમાં તાલિબાન નેતૃત્વથી અલગ-અલગ મુલાકાત કરી હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદ માટે તાલિબાનના ઉમેદવારના રૂપમાં મુલ્લા બરાદર અને મુલ્લા ઉમરના પુત્ર અને તાલિબાનના ઉપ નેતા મુલ્લા યાકુબ- બંને કંધારમાં છે.

અહેવાલ મુજબ આ પહેલાં વાંગે બુધવારે પાકિસ્તાની સમકક્ષથી અફઘાન મુદ્દે નિકટનો સહયોગ કરવા માટે મુલાકાત કરી હતી. તેમણે ઇસ્લામવાદી તાલિબાન શાસિત દેશના પુનર્નિમાણમાં બીજિંગની મદદ કરવા કંધારમાં મુલ્લા બરાદરથી મુલાકાત કરી હતી.

ચીન માત્ર તાલિબાનના હાથે અમેરિકાના અપમાનથી ખુશ છે. બલકે, ચીન પુનર્નિર્માણને નામે બેલ્ટ રોડ ઇનિશિયેટિવને વેચવા અને લિથિયમ અને કોપરના અફઘાન ભંડારનો લાભ લેવાના પ્રયાસો કરી રહ્યું છે. ગેસ અને ખનિજ સંસાધનોને કાઢવા માટે અફઘાનિસ્તાન દ્વારા મધ્ય એશિયન દેશો સુધી પહોંચવા માટે ચીનનો મોટો ગેમ-પ્લાન છે.

બીજી બાજુ જેહાદમાં તાલિબાનના વૈચારિક સાથી જૈશના મુફ્તી રઉફે મુલ્લા યાકુબથી કંધારમાં મુલાકાત કરી હતી અને બહાવલપુર સ્થિત સમૂહ દ્વારા નિષ્ઠા અને સમર્થનની રજૂઆત કરી હતી. મુફ્તી રઉફના મોટા ભાઈ અને ઝૈસ અમીર મૌલાના મસૂદ અઝહર 1994માં શ્રીનગરના બહારના વિસ્તારમાં ધરપકડ પહેલાં હરકત-ઉલ-અન્સાર આતંકી ટ્રેનિંગ કેમ્પમાં દેવબંદી વિચારક હતા.

આ બંને  વૈશ્વિક આતંકવાદી જૂથો તાલિબાન શાસિત અફઘાનિસ્તાનની અંદર પોતાની કેડરને તાલીમ આપવા અને વિરોધીઓની સામે જેહાદ છેડવા માટે શરણું શોધી રહ્યા છે.