સેન ફ્રાન્સિસ્કો – એમેઝોન કંપનીના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ મેગેઝિને બહાર પાડેલી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદી અનુસાર બેઝોસની સંપત્તિનો આંક છે 141.9 અબજ ડોલર.
ગઈ 1 જૂનથી બેઝોસની સંપત્તિમાં પાંચ અબજ ડોલરનો વધારો થયો છે અને એમણે માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને પાછળ રાખી દીધા છે. ગેટ્સ 92.9 અબજ ડોલરી સંપત્તિ સાથે બીજા ક્રમે છે.
વિશ્વના સૌથી મોટા ઈન્વેસ્ટર વોરેન બફેટ ત્રીજા ક્રમે છે. એમની પાસે 82.2 અબજ ડોલરની સંપત્તિ છે.
એમેઝોન વિશ્વની અગ્રગણ્ય ઓનલાઈન રીટેઈલિંગ કંપની છે અને વિશ્વમાં સૌથી વેલ્યુએબલ કંપની તરીકે એપલ બાદ બીજા નંબરે છે.
અમેરિકાની સૌથી મોટી કંપનીઓની વર્ષ 2018 માટેની યાદીમાં એમેઝોન આઠમા નંબરે છે. એની કુલ આવકનો આંકડો છે 177.87 અબજ ડોલર.