વોશિંગ્ટનઃ ગૂગલ કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ ચેતવણી ઉચ્ચારી છે કે આખી દુનિયાભરમાં ઈન્ટરનેટના મુક્તપણે ઉપયોગ પર ખતરો તોળાઈ રહ્યો છે. ઘણા દેશો માહિતીના મુક્ત પ્રવાહ પર નિયંત્રણ મૂકવાના પ્રયાસોમાં છે. મુક્ત બ્રોડબેન્ડની આ મોડલ સેવા સામે અવારનવાર મનમાનીપૂર્વક પગલાં ભરવામાં આવે છે. ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ આજે આખી દુનિયા કરે છે અને તેને મુક્ત અને તમામને માટે ખુલ્લી બનાવવામાં ગૂગલ કંપનીનો છેલ્લા 25 વર્ષમાં પુષ્કળ યોગદાન રહ્યું છે.
પિચાઈનું માનવું છે કે વર્તમાન સદીના આવનારા 25 વર્ષમાં બીજી બે મોટી ઘટના બનશે જે આપણી દુનિયામાં વધારે ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આ બે છેઃ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્વાન્ટમ કમ્પ્યુટિંગ.
