ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે 68 વર્ષની ઉંમરે ત્રીજી વાર પરણ્યા

લંડનઃ સિનિયર એડવોકેટ અને ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલવેએ 68 વર્ષની ઉંમરે લંડનમાં ત્રીજી વાર લગ્ન કર્યા છે. જબરદસ્ત કાનૂની કુશળતા માટે પ્રખ્યાત સાલ્વેએ ગઈ કાલે ટ્રીના નામક બ્રિટિશ મહિલા સાથે લગ્ન કર્યા છે. સાલ્વે અનેક હાઈ-પ્રોફાઈલ કેસો લડવા માટે જાણીતા છે. (કુલભૂષણ જાધવ મૃત્યુદંડ કેસ, રતન ટાટા અને સાઈપ્રસ મિસ્ત્રી વિવાદ કેસ, સલમાન ખાનને સંડોવતો હિટ એન્ડ રન કેસ, વોડાફોન ટેક્સ વિવાદ વગેરે) વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત સરકારનું એમણે કરેલું પ્રતિનિધિત્વ ખાસ ઉલ્લેખનીય છે.

મહારાષ્ટ્રના ધૂળેમાં જન્મેલા સાલ્વેના આ ત્રીજા લગ્નની ઉજવણી રૂપે એક ચર્ચમાં યોજવામાં આવેલા સમારંભમાં આઈપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદી, નીતા અંબાણી અને સ્ટીલ ઉદ્યોગના મહારથી લક્ષ્મી મિત્તલે હાજરી આપી હોવાનો અહેવાલ છે. લલિત મોદી ઘણા વર્ષો પહેલાં ભારતમાંથી લંડન ભાગી ગયા છે. સાલ્વેની પહેલી પત્નીનું છે મીનાક્ષી (38), જેનાથી તેમણે 2020માં છૂટાછેડા લીધા હતા. મીનાક્ષીથી એમને બે પુત્રી થઈ છે – સાક્ષી અને સાનિયા. મીનાક્ષીથી છૂટાછેડા લીધા બાદ સાલ્વે 56 વર્ષીય બ્રિટિશ મહિલા કેરોલીન બ્રોસાર્ડને પરણ્યા હતા. કેરોલીન સાથે લગ્ન કર્યા તેના બે વર્ષ પહેલાં સાલ્વેએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. સાલ્વેના પિતા એન.કે.પી. સાલ્વે કોંગ્રેસ પાર્ટીના નેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. એમના માતા અંબ્રિતી ડોક્ટર હતા.