જિનિવાઃ વિશ્વ માટે પર્યાપ્ત કોવિડ-19ની રસી બનાવવા બદલ ભારતના પ્રયાસોની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારતે અત્યાર સુધીમાં 75 લાખ લોકોનું રસીકરણ કરવામાં સફળતા મેળવી છે, જેણે સરકારની મહેનત અને શિસ્ત અને દઢતાનો પરિચય આપ્યો છે, એમ WHOએ ભારતના રસીકરણની ઝુંબેશમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું.
WHOના ભારતના પ્રતિનિધિ રોડેરિકો ટુરિને કહ્યું હતું કે ભારતના રસીકરણની ઝુંબેશ પર પ્રતિક્રિયામાં એને મહેનત, શિસ્ત અને ઉત્સાહને લીધે એટલી સફળ રહી છે. ભારત સરકારે અત્યાર સુધી 75 લાખનું રસીકરણ કર્યું છે.
ગુરુવારે વૈશ્વિક સંસ્થા WHOએ કહ્યું હતું કે કોરોના રોગચાળાને અટકાવવા માટેના ભારતના પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારતમાં કોરોના સંક્રમણની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં ત્રણ મહિનામાં કોરોના કેસમાં સતત ઘટતા રહ્યા છે, દેશની વસતિને ધ્યાનમાં લેતાં ભારત સરકારને એના પર ગર્વ હોવો જોઈએ.
અગાઉ WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એધેનોમ ઘેબ્રેસિયસે પણ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે ભારતના પ્રયત્નોની સરાહના કરી હતી. જો આપણે સામાન્ય જનના આરોગ્યના ઉકેલો શોધી શકીએ તો આપણે કોરોના સંક્રમણને હરાવી શકીએ. જ્યારથી દેશમાં રસીનો ઉમેરો થયો છે, ત્યારથી આપણે વધુ સારાં પરિણામોની રાહ જોઈ શકીશું, એમ તેમણે કહ્યું હતું.
ગુરુવારે દેશમાં કોરોના સંક્રમિતોના નવા 12,923 નવા કેસ નોંધાયા છે અને 87 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિત સક્રિય લોકોના કેસોની સંખ્યા 1,42,562 છે અને 10,573,372 લોકોએ કોરાનાને માત આપી છે. દેશમાં કોરોનાએ 1,55,360 લોકોનો ભોગ લીધો હતો.