કેલિફોર્નિયાઃ નશાની કુટેવે ભારતીય દંપતીનો જીવ લીધો, ખીણમાં પડી જતા મોત

કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં નશાની કુટેવે એક ભારતીય દંપતીનો જીવ લીધો છે. આ બંન્ને લોકો કેલિફોર્નિયાના યોસમાઈટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ઢોળાવ વાળી ચોટી પર સેલ્ફી લઈ રહ્યા હતા પરંતુ આ સમયે તેઓ નશાની હાલતમાં હતા એટલે ભાન ન રહ્યું ત્યાંથી ખીણમાં પડી જતા તેમનું મૃત્યું થયું છે. આ લોકો નશાની હાલતમાં હતા એ જાણકારી પોસ્ટમોર્ટન રિપોર્ટમાં સામે આવી છે.

રિપોર્ટ અનુસાર વિષ્ણુ વિશ્વનાથ અને તેમની પત્ની મીનાક્ષી મૂર્તિ 800 ફૂટ ઉંચા ટાફ્ટ પોઈન્ટ પાસે ગયા તે પહેલા તેમણે ઈથાઈલ આલ્કોહોલનું સેવન કર્યું હતું. ઈથાઈલ આલ્કોહોલ બીયર, દારુ જેવા પદાર્થોમાં મળી આવે છે. મારીપોસા કાઉન્ટીની સહાયક કોરોનર આંદ્રિયા સ્ટીવર્ટે કહ્યું કે ઉંચા પહાડ પરથી પડ્યા બાદ શબની ખરાબ હાલતના કારણે નશાની વિશિષ્ટ માત્રા નથી માપી શકાઈ.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર તેમણે દારુનું સેવન કર્યું હતું અને તેમના શરીરમાં દારુની માત્રા ખૂબ મળી આવી છે. આ દંપતી મૂળ કેરળના રહેવાસી હતા અને બંન્ને એન્જિનિયર હતા અને પહાડ પરથી નીચે પડવાના કારણે તેમને ભાથાના ભાગે, ગળા, છાતી અને પેટના ભાગે ઘણી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેના કારણે તેમનું મોત થયું.

આ દંપતીએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. તેમણે 2010માં કેરળની કોલેજ ઓફ એન્જિનિયરિંગ ચેંગન્નૂરથી એન્જિનિયરિંગ કર્યું હતું. વિશ્વનાર સિસ્કો ઈન્ડિયામાં સોફ્ટવે એન્જિનિયર હતા અને સિલિકન સ્થિત કંપનીના મુખ્યાલયમાં કામ કરતા હતા.