વિવાદ વધતાં કેનેડિયનો માટે ભારતીય વિઝા સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે છેડાયેલા રાજકીય ટેન્શનની વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કેનેડામાં ભારતીય વિઝા સેવાને સસ્પેન્ડ કરી દીધી છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે ટેન્શન એ સમયે વધી ગયું, જ્યારે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનતરફી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત લગાવ્યો. જેથી ભારતે એ આરોપ ફગાવ્યા હતા.

BLS ઇન્ટરનેશનલ- એક ઓનલાઇન વિઝા અરજી કેન્દ્ર કે જે ભારત અને અન્ય દેશોની અરજીઓ સંભાળે છે, એણે એક નોટિસમાં વેબસાઇટ પર સંદેશ પોસ્ટ કર્યો છે કે ઓપરેશનલ કારણોસર 21 સપ્ટેમ્બર, 2023થી ભારતીય વિઝાને આગામી સૂચના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. કૃપયા વધુ માહિતી માટે BLSની વેબસાઇટ ચેક કરતા રહો.ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ આગામી નોટિસ સુધી સ્થગિત કરી દીધી છે. જૂનમાં ખાલિસ્તાની અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની મિલીભગતના કેનેડાના વડા પ્રધાનના આરોપો પછી બંને દેશોના રાજકીય સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.

ભારત-કેનેડા વિવાદ

વાસ્તવમાં ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈ પણ વિદેશી સરકારની ભાગીદારી અમારી અખંડિતતાનું ઉલ્લંઘન છે ને એ અસ્વીકાર્ય છે. ભારતે પણ આ આરોપો બેજવાબદારીવાળાં અને વ્યક્તિગત હિતોથી પ્રેરિત ગણાવ્યા હતા. આ મામલે કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને કાઢી મૂકવામાં આવ્યા પછી જવાબમાં ભારતે એક વરિષ્ઠ કેનેડિયનને કાઢી મૂક્યો હતો.