USમાં ભારતીયને નાણાંની છેતરપિંડી બદલ ચાર વર્ષની જેલ

ન્યુ યોર્કઃ ભારતીય મૂળની એક 27 વર્ષીય વ્યક્તિને કોવિડ-19 રોગચાળા દરમ્યાન લોકોને ખાનગી સુરક્ષા ઉપકરણ (PPE) ઉપલબ્ધ કરાવવાના ખોટાં વચન આપીને 20 લાખ ડોલરની છેતરપિંડીની યોજના ચલાવવા અને તેમને છેતરવાના આરોપમાં આશરે ચાર વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ન્યુ જર્સીના મોન્ટગોમરીના ગૌરવજિત ‘રાજ’ સિંહે પહેલાં USની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પીટર શેરિડનની સમક્ષ ગુનાની કબૂલાત કરી હતી. અમેરિકી એટર્ની ફિલિપ સેલિંગરે કહ્યું હતું કે શેરિડનને ટ્રેટન ફેડરલ કોર્ટે સિંહને 46 મહિનાની સજા આપી છે.

આ કેસના દસ્તાવેજો અને કોર્ટમાં અપાયેલાં નિવેદનો અનુસાર મે, 2020થી કોવિડ-19 રોગચાળા દરમ્યાન સિંહે છેતરપિંડી કરીને યોજના દ્વારા 10 પીડિતોથી 20 લાખ ડોલરથી વધુની રકમ એકત્ર કરી હતી. સિંહે લોકોને PPE કિટ આપવાનું વચન આપ્યું હતું, જેના બદલામાં તેણે લોકો પાસેથી ડોલર મેળવ્યા હતા, પણ રકમ મળ્યા પછી પીડિતોને ઉપકરણ  નહીં આપી.

સિંહે છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી એક સમજૂતી કરાર કર્યો હતો, જેમાં તેણે આશરે 15 લાખ મેડિકલ PPE કિટના બદલામાં આશરે 71 લાખ અમેરિકી ડોલર મળશે- જે ન્યુ યોર્કમાં આપવામાં આવશે- એવો સોદો કર્યો હતો.   સિંહે PPE કિટ અને મેડિકલ સામગ્રી માટે લોકો પાસેથી લીધેલાં નાણાંનો ઉપયોગ ખાનગી ખર્ચમાં કરી દીધો હતો. જસ્ટિટસ શેરિડિને સિંહ જેલની સજા સિવાય ત્રણ વર્ષ સુધી નિગરાનીમાં રાખવાના આદેશ પણ આપ્યા છે.