નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ અને નિયંત્રણ રેખા પર અમેરિકા અને ઈટાલીમાં પ્રશિક્ષણ લઈને આવેલા એલીટ સ્નાઈપર કમાન્ડો ભારતીય સેના દ્વારા તહેનાત કરવામાં આવ્યા છે. સ્પેશિયલ યૂનિટ્સના કમાન્ડોને બરેટા પોઈન્ટ 338 લાપુઆ મૈગ્નમ સ્કોરપિયો ટીજીટી અને બૈરેટ પોઈન્ટ 50 કૈલિબર એમ 95 રાઈફલોથી લેસ કરવામાં આવ્યા છે.
આ રાઈફલ્સ વજનમાં હલકી છે અને 1800 મીટરની દૂરી સુધી સટીક વાર કરવામાં સક્ષમ છે. બરફ પિગળવાની સાથે જ સીમા પારથી આતંકવાદીઓની ઘુસણખોરી શરુ થઈ જાય છે. ઘુસણખોરોને કવર ફાયર આપવા માટે પાકિસ્તાની ચોકીઓ પરથી ગોળીબાર વધી જાય છે. ત્યારે આને ધ્યાને રાખતા સેનાએ અગ્રિમ તૈયારી અંતર્ગત મોરચા પર ખતરનાક સ્નાઈપર તહેનાત કર્યા છે. આ સ્નાઈપર કમાન્ડોની મારક પહોંચ પાકિસ્તાની ચોકીઓ સુધી થઈ ગઈ છે.
સ્નાઈપર કમાન્ડોને મળેલી રાઈફલ્સ ઈસ્માતને ભેદીને દુશ્મનનું કામ તમામ કરવામાં સક્ષમ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સીમા પર તહેનાત કરવામાં આવેલા એલીટ કમાન્ડોને નવી રીતે પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જે દરેક પ્રકારના ઓપરેશનમાં કામ આવશે. તેમને ઘણા પ્રકારના હથિયારો ચલાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સેના અત્યારસુધી જે સ્નાઈપર રાઈફલ્સનો ઉપયોગ કરતી રહી છે, તે રશિયામાં નિર્મિત ડ્રાગુનોવ રાઈફલ્સ છે, જે હવે પડકારોને જોતા, જૂની માનવામાં આવી રહી છે. આ રાઈફલ્સની મારક ક્ષમતા એક હજાર મીટર સુધીની રહી છે. જ્યારે પાકિસ્તાની સેનાના સ્નાઈપરોએ વધારે મારક ક્ષમતા વાળી રાઈફલ્સનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે.
ભારતીય સેનાના સ્નાઈપર કમાન્ડોને જે નવી રાઈફલ્સ ઉપ્લબ્ધ કરાવવામાં આવી રહી છે, તેમાં અમેરિકામાં નિર્મિત બરેટ એમ 95 રાઈફલ્સને એન્ટિ મૈટીરિયલ રાઈફલ્સ કહેવામાં આવે છે. આની રેન્જ 1800 મીટર સુધીની છે. આ રાઈફલને દુનિયાના ઘણા મોટા દેશોના વિશેષ કમાન્ડો ઉપયોગમાં લઈ રહ્યા છે. 10 કિલો વજનની આ રાઈફલ્સના કારતૂસ પોઈન્ટ-5 બ્રાઉનિંગ મશીનગનના કારતૂસોના આકારના હોય છે. અમેરિકા અને ઈટલીને સેના 1995 થી આ રાઈફલ્સનો ઉપયોગ કરી રહી છે. આના મેગ્ઝીનમાં એક સાથે પાંચ રાઉન્ડ ભરી શકાય છે.
નિયંત્રણ રેખા પર તહેનાત કમાન્ડોને જે બીજી રાઈફલ આપવામાં આવી છે, તે ઈટાલીની કંપની બરેટા દ્વારા બનાવવામાં આવેલી પોઈન્ટ 338 લાપુઆ મૈગ્નમ સ્કોર્પિયો ટીજીટી છે. આ રાઈફલ્સનો ઉપયોગ અમેરિકી સેના અફઘાનિસ્તાન અને ઈરાંકમાં કરી ચૂકી છે. આ રાઈફલ 1500 મીટર સુધી વાર કરી શકે છે. દુનિયાના 30 મોટા દેશોના એલીટ કમાન્ડો આ રાઈફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. સેનાની માંગ પર જલ્દી જ ભારતમાં આ રાઈફલ્સ અને તેના કારતૂસોનું ઉત્પાદન કરવાની યોજનાની રુપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.