રમજાનના રોઝા તોડાવી રહ્યું છે ચીન, મુસ્લિમ દેશોની ચૂપકીદી

બેજિંગઃ ચીન રમજાનના પવિત્ર મહિનામાં મુસ્લિમોને જબરદસ્તી ખાવાપીવા માટે મજબૂર કરી રહ્યું છે. અને મુસ્લિમ દેશો આ સંબંધે પર મૌન બનીને બેઠાં છે. વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના જિનનિયાંગ પ્રાંતમાં મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવી રહેલી હોટલોને જબરદસ્તી ખોલાવવામાં આવી રહી છે. તો સાથે જ ઉઈગર કામદારોને જબરદસ્તી ખાવાપીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

આ રિપોર્ટમાં મ્યૂનિક સ્થિત વર્લ્ડ ઉઈગર કોંગ્રેસના પ્રેસિડેન્ટ ડોલકુન ઈસાએ મુસ્લિમો માટે ચિંતાજનક અને સમુદાયની ગરિમા વિરુદ્ધ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે અમારા સમુદાયના લોકોને રમજાનના પાક મહિનામાં દિવસમાં ખાવાપીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે ચીનના જિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવી રહેલી હોટલ્સને જબરદસ્તી ખોલાવવામાં આવી રહી છે. અને ઉઈગય કામદારોને જબરદસ્તી ખાવા પીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે.

આ આખા કૃત્યની જાણકારી હોવા છતા મુસ્લિમ દેશો આ મામલે ચૂપ છે. મુસ્લિમ દેશ આ મુદ્દે ખુલીને પોતાની વાત રજૂ કરવાથી બચી રહ્યાં છે. કારણ એ છે કે ચીન ભારે માત્રામાં તેલ નિર્યાત કરે છે. તો આવામાં મુસ્લિમ દેશ કોઈપણ રીતે ચીનને નારાજ કરવાનું નહી ઈચ્છે. સાઉદી અરબ ચીનને પોતાનું તેલ ભારે માત્રામાં વેચે છે. સાઉદીના કિંગ મુસલમાનોની બે પવિત્ર મસ્જિદોના કસ્ટોડિયન પણ છે કે જે મધ્ય પૂર્વમાં એક મહત્વપૂર્ણ રોલ અદા કરે છે.

આ મહિને થયેલી વાતચીતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાઉદીના કીંગ સલમાન સાથે ફોન પર પણ વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ચીન સાથે પોતાના સંબંધોને વધારે સુદ્રઢ કરવાની દિશામાં સાઉદી આગળ વધવા ઈચ્છે છે. તો આ વર્ષે તેમના પુત્ર ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને પોતાની ચીન યાત્રા દરમિયાન મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો તરફ ધ્યાન જ ન આપ્યું. જો કે આ દરમિયાન તેમણે એ જરુર કહ્યું હતું કે તેઓ ચીનના આતંકવિરોધી અભિયાન માટે ઉઠાવવામાં આવલા પગલાંનું સમર્થન કરે છે.

આપને જણાવી દઈએ કે ગત દિવસોમાં એવા સમાચારો સામે આવ્યાં હતાં કે ઉઈગર મુસલમાનોને ડિટેન્શન સેન્ટરમાં જબરદસ્તી કેદ રાખવામાં આવ્યાં છે. આ લોકોની સંખ્યા 3 મિલિયન આસપાસ છે. જો કે ચીને કહ્યું છે કે તેમને કેદ કરીને નહીં પરંતુ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. જેનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી ભાવનાઓને ખતમ કરવાનું છે. રિપોર્ટ અનુસાર આ સેન્ટરમાં મુસ્લિમોને હિજાબ અને દાઢી રાખવા પર પ્રતિબંધ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]